Saturday, April 12, 2025

મનાલી પ્રવાસ આયોજન Manali Tour

 *મનાલી ટૂર કોલેજ બોયઝ*


🚌 *પ્રસ્થાન :-*

*Date:-* 31-3-2025, સોમવાર 

રાત્રિના 11:45


*પ્રસ્થાન સ્થળ : -* GIDC, પનારા ગ્લાસ પાસે, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સામે, મોરબી.


🚌🚌🚌🚌🚌🚌🚌🚌


*Date wise Tour Schedule*


*Date:- 1-4-2025* મંગળવાર

સવારે ટ્રેઈન દ્વારા ચંડીગઢ જવા રવાના..

(રાત્રી મુસાફરી ટ્રેઈન માં)


*Date:- 2-4-2025* બુધવાર

ચંદીગઢ થી બસ દ્વારા મનાલી જવા રવાના..

(રાત્રી મુસાફરી બસમાં)


*Date:- 3-4-2025* ગુરુવાર 

*પ્રથમ દિવસ* 

હોટેલ Check in તથા મનાલી સાઇટ સીન

(મનાલી હોટેલમાં પ્રથમ નાઇટ)


*Date:- 4-4-2025* શુક્રવાર 

*બીજો દિવસ* મનાલી સાઇટ સીન

(મનાલી હોટેલમાં બીજી નાઇટ)


*Date:- 5-4-2025* શનિવાર 

*ત્રીજો દિવસ* મનાલી સાઇટ સીન

(મનાલી હોટેલમાં ત્રીજી નાઇટ)


*Date:- 6-4-2025* રવિવાર 

*ચોથો દિવસ* મનાલી સાઇટ સીન

(મનાલી હોટેલમાં ચોથી નાઇટ)


*Date:- 7-4-2025* સોમવાર 

*પાંચમો દિવસ* બપોરે હોટેલ check out કરી કુલ્લુ જવા રવાના.

રિવર રાફ્ટિંગ કરી, સાંજે બસ દ્વારા જલંધર જવા રવાના.

(ટ્રાવેલિંગ નાઇટ બસમાં)


*Date:- 8-4-2025* મંગળવાર

જલંધર રેલવે સ્ટેશનથી ટ્રેઈન દ્વારા મોરબી પરત આવવા રવાના.

(ટ્રાવેલિંગ નાઇટ ટ્રેઈનમાં)


*Date:- 9-4-2025* બુધવાર 

*મોરબી પરત*

સાંજે 7 વાગ્યા આસપાસ.


*સ્થળ :-*

GIDC, પનારા ગ્લાસ પાસે, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સામે, મોરબી.

*મનાલીમાં કુલ 5 દિવસ અને 4 નાઇટ*


મનાલી માં તમે કેવી રીતે ફરશો તેનું આયોજન ટુંકમાં

Day 1

સોલંગ વેલી, અટલ ટનલ, બરફની મોજ.

Day 2

જોગણી વોટર ફોલ, વશિષ્ઠ ટેમ્પલ, ગરમ પાણીના કુંડ

Day 3

મનુ ટેમ્પલ, હડીમ્બા ટેમ્પલ, મોલ રોડ

Day 4

બિયાસ નદીનો ટ્રેક, વન વિહારમાં એક્ટિવિટી તથા

Parsa waterfall 

નગર કાસલ ની મુલાકાત (જ્યાં જબ વી મેટ નું શૂટિંગ થયું હતું.)

####################################

જનરલ નોંધ :

👉 બરફ માં જવા માટે કોસ્ચ્યુમ નું ભાડું 250 રૂ.

👉 રિવર ક્રોસિંગ 100 રૂ.

મનુ ટેમ્પલ અને હડીમ્બા ટેમ્પલ વચ્ચે મનાલ્સુ નદી ના બ્રિજ પર

98161 72356 પ્રેમ તથા વિજય ની જોડી

👉 રિવર રાફ્ટિંગના રૂ. 200 થી 250

લોકેશન 1

લોકેશન 212 કાઉન્ટર

NH3, Babeli 

97365 00061 (jamval 212)

98057 10060 (Tinkubhai)


લોકેશન 2

લોકેશન કાઉન્ટર 555

☝️ રિવર રાફ્ટિંગ છેલ્લે દિવસે..

બે ગ્રુપમાં રાફ્ટિંગ કરશો એટલે 200 આસપાસ લેશે. છતાં 250 થી વધુ દેવા નહીં. 

તમારે rafting માટે બોટ માં વધુમાં વધુ 7 સ્ટુડન્ટ બેસાડવા..

તે મુજબ ગ્રુપ બનાવવા.

##############################

વિવિધ સૂચનાઓ :- 

રેલવે માં કોઇપણ પ્રકારની ફરિયાદ. માટે 

Rail madad app અથવા  139 નંબર પર કોલ કરજો.

ટ્રેન live માટે where is my trein App



ટ્રેઈન માં ખાસ સજાગ રહેજો. મોબાઈલ ચોરીનું પ્રમાણ વધુ છે.

અમે દરેક જગ્યાએ ફરિયાદ કરી પણ પંજાબ રેલવે પોલીસનો કોઈ સપોર્ટ મળશે નહી. ફ્કત સલાહ મળશે. એટલે સામાન અને મોબાઈલ ખાસ સાચવજો.


મનાલીમાં કુલ પાંચ દિવસ રોકાશું. જેમાં 1 દિવસ ડગલાં પહેરવના છે. 

છેલ્લા દિવસે 11 સુધી રેસ્ટ હશે. અને બપોરે રિવર રાફ્ટિંગ કરવા જશું એટલે કપડાં ભીના થશે. એટલે 2 દિવસ ના કપડાં ઓછા ભરજો.. બેગ બાબતે થોડુંક મેનેજ કરજો.. નહિતર તમારે હેરાન થવું પડશે.

આછો પાતળો રેઇન કોટ સાથે લેજો. કદાચ ઓચિંતો વરસાદ ખાબકે તો આપણો દિવસ બગડે નહી...રેઇનકોટ પેરી ને સાઇટ સીન કરાવી શકાય.

ચાર્જિંગ માટે એક્સેશન બોર્ડ 5 મિત્રો વચ્ચે 1 રખાય.. જરૂર પડશે...

મનાલી પહોંચી ને જ ટ્રેકિંગ શરૂ...(મોઢા ધોયા વગર)

તમારો સામાન ટેમ્પો દ્વારા હોટેલ પહોંચી જશે. અને હું તમને 1 km આડેધડ ટ્રેક કરી હોટેલ લઈ જઈશ... આમ કરવાનું કારણ... તમે કલાકમાં ત્યાંના વેધર સાથે અનુકૂળ થઈ જાવ... હોટેલ માં રૂમ સોંપી .. બેગ મૂકી સીધા ગરમ પાણીના કુંડમાં ન્હાવા જતું રહેવું..

હોટેલમાં 4 અથવા 5 મિત્રોનું ગ્રુપ


ટ્રેઈનમાં ભોજન મંગાવવા માટે 

Lapinoz અને ડોમીનો, સ્વીગી વગેરે સુવિધા આપે છે. પણ જો ઓર્ડર કરો તો કેશ ઓન ડિલિવરી કરવી..અને ઓર્ડર 4 કલાક પહેલા જ આપવો. PNR no. જરૂરી છે.

મનાલીમાં જેટલા દિવસ તમે રોકાવ એટલા દિવસ તમને તરસ ઓછી લાગશે. છતાં ઓછામાં ઓછું 1 લિટર પાણી તો પીવું જ.

અને હા મનાલી માં હોવ તો શક્ય હોય ત્યાં બોટલના પાણી કરતા ઝરણા ના પાણી જ્યાં મળે તે પીજો.. ખૂબ જ લાભદાયી છે.

તમે ભાગ્ય શાળી છો કે તમે વશિષ્ઠ ઋષિના સાનિધ્યમાં છો. તેના ગરમ પાણીના કુંડમાં દરરોજ સ્નાન કરવાનો મોકો મળશે. 


ત્યાં સ્નાન કરવા જશો.. એટલે પાણી તમને વધુ ગરમ લાગશે. પણ તેમાં નહાવાની એક રીત છે.


સૌ પ્રથમ ત્યાં નળ જેવા ગોઠવેલા છે. ત્યાં થોડુંક નહાવાનું ભીના થવાનું.. 

પછી ધીમે ધીમે કુંડમાં ગોઠણ સુધી પગ મૂકવા.

ત્યારબાદ ધીમે ધીમે થોડું થોડું શરીર અંદર પાણીમાં જવા દેવાનું.. પછી કમાલ જોવ.. તમને બહાર નીકળવાનું મન થશે નહિ.

હા શરૂઆત માં 2 થી વધુ એકધારું બેસવું નહી તો ચક્કર પણ આવી શકે છે.

અમે હમણાં 10 માં વાળા ગયા ત્યારે બધા પાંચેય દિવસ સવાર સાંજ ત્યાં જ સ્નાન કરતા..  બધો થાક ત્યાં ઉતરી જશે.

અને જો તમે હોટેલ ના બાથરૂમ માં સ્નાન કરશો.. તો થાકોડો ઊતરશે નહી..એટલે ત્યાં શક્ય હોય દિવસમાં એક વાર તો જરૂર જવું...

ત્યાં કોઈ શોરબકોર કરવો નહી... શાંતિ થી બેસીને નહાવું.. કુંડમાં મેડિટેશન કરવું.. માવો ખાઇ ને ત્યાં જવું નહી... ધુબાકા મારવાની મનાઈ છે.

કોઈ મિત્ર પાસે નાની સાઇઝ નું બ્લુ ટૂથ સ્પીકર હોય અને અવાજ વધુ આપતો હોય તો લેતા આવજો.. બસમાં તમને મજા આવશે.. ગઈ ટુરમાં સાથે હતું... 

કારણકે હિમાચલની બસમાં ટેપ અને ચાર્જિંગ સુવિધા નથી હોતી ...


સાઈટ સીન બરફ અટલ ટનલ ની સૂચનાઓ.

કાલે જૂનાં કપડાની જોડી પહેરવી. અને રસ્તામાં તેની ઉપર ડગલો પહેરવા નો થશે. સાથે બરફના બુટ પણ આપશે.

જ્યારે પાછા આવો ત્યારે ખાસ ડગલાં માં જોઈ લેવું. કોઈનો મોબાઈલ કે પૈસા ન રહી જાય.

ટેમ્પો ટ્રાવેલ્સ 13 પર્સન બેસાડે છે.


મનુ ટેમ્પલ ટ્રેક વિશે

વશિષ્ઠ ગામ થી ભાંગ ગામ, જંગલમાં થઈ ગુસાલ ગામ, ઓલ્ડ મનાલી, મનુ ટેમ્પલ, રિવર ક્રોસિંગ એક્ટિવિટી, હડીમ્બા ટેમ્પલ, માલ રોડ. સાથે પાણીની બોટલ લાવવી...બુટ પહેરવા...

રિટર્ન કુલ્લુ રિવર રાફ્ટિંગ ની સૂચના

આજે વશિષ્ઠ હોટેલમાં છેલ્લી નાઇટ છે. આજે તમામ બેગ પેક કરી લેજો. સવારે 10 વાગ્યે તમારી મોટી બેગ બસની ડેકીમાં ભરી દેવામાં આવશે. જે છેક તમને જલંધર રેલવે સ્ટેશન પરમ દિવસે મળશે.

પેકિંગ માટેની ખાસ સૂચના..

👍મોટી બેગ આવતી કાલે બસમાં મુકાઈ ગયા પછી છેક. જલંધર રેલવે સ્ટેશન મળશે.

👍  માટે એક નાની બેગ કે થેલો સાથે બસમાં રાખવો.

જેમાં 1 જોડી કપડા, નાઇટ ડ્રેસ અને ટુવાલ સાથે રાખવો.

અને આવતીકાલે કોઇપણ જુની કપડાની જોડી જેમાં ટી શર્ટ હોય તે પહેરવી જેથી રિવર રાફ્ટિંગમાં તે પલળશે તો વાંધો ન આવે. અને સાથે પ્લાસ્ટિક બેગ રાખવી. જેથી પલળેલા કપડાં તેમાં રાખી શકાય.


આભાર મેસેજ:- 

જય ગુરુદેવ

ઈશ્વરની કૃપા અને આશીર્વાદ થી અમારો મનાલી પ્રવાસ હેમખેમ પૂર્ણ થયેલ છે.

ઘણા સમયના અંતરાય બાદ આ પ્રવાસની મંજૂરી અને માર્ગદર્શન બદલ કાંજીયાસરનો વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર.

🙏🙏🙏🙏🙏

વાલીઓના સાથ અને સહકાર તથા સતત ખબર અંતર અને મનોબળ વધારવા માટે બળદેવસર અને મીરાણીસરનો ખૂબ ખૂબ આભાર.

મનાલી પ્રવાસમાં યુનિટી હોય તો જ સફર સફળ થાય. તેવી રીતે મારી સાથે પ્રવાસમાં જોડાયેલ જાદવસર જેમણે સતત રાત દિન પ્રવાસને સફળ બનાવવા માટે સહકાર આપેલ તથા મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો જેમની લાગણી અને પ્રેમ તથા સહકાર વગર આ પ્રવાસ સફળ થાય નહીં... આપ સૌનો ખુબ ખૂબ આભાર..

🙏🙏🙏


કોન્ટેક્ટ નંબર

Hotel Nirvana Deluxe rooftop 

Anil prasher

9860317481, 7018710838

Hotel valley of god's

Jivan 8091763975

Hotel Surabhi

Bhupendra thakur 7018280283, 7009433201

www.surbhihotel.com

Hotel Taj New Dharma

Contact 8091745668

Vagabond Hostel Manali

6230291260

Gujarati Food Bhojan Manali

9426839918

Ashwinbhai Desai Team

Guide vashishth Dolatram Chacha

98167 30263

Chetanbhai Raval Manali

74879 16739

Kevin Kanji Gor

97146 65142

Bipinbhai @balkrishna 

90332 52100

Bhavarlal Rasoya

9510763033

Ashwinbhai Desai

9824221000

9824921000

Paresh Raval Manali

9427255766


Bus Contact for Manali

Manjeet Singh Manali Bus

8295720029

Moharsingh Manali Tour

8968476671

Rajendra Vaghela Suryaman Holiday manali

93278 39911

Shyam Gosai Taxi For Manali

85328 28329

Subhash Chand Thakur Taxi Manali

9816003344

Manu tour taxi

9816082789, 9816132123


કુલ્લુ મનાલી પ્રવાસ વર્ણન

સ્થળ વિશે પરિચય :

મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલ એક નાનકડું નગર છે. મનાલી લેસર કે ઇનર હિમાલય રેન્જમાં આવેલ કુલ્લુ ઘાટીના ઉત્તરના ભાગે બિયાસ નદીને કિનારે વસેલ છે. જેની દરિયાકિનારાથી ઊંચાઈ 1950 મીટર જેટલી છે. જે 1800 થી 2000 મીટરની ઊંચાઈ વચ્ચે ફેલાયેલ છે. મનાલીનું પૌરાણિક મહત્વ ઘણું છે. મનાલી નામ મનું ઋષિ કે મનું ભગવાનના ઉપરથી પડેલ છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં સૌ પ્રથમ વસવાટ મનું ઋષિ એ કરેલો હતો. અહીં મનુ ભગવાનનું પ્રાચીન મંદિર પણ છે. મનાલીમાં સફરજનના ઘણા બગીચાઓ જોવા મળે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસનક્ષેત્ર સિવાય સફરજનના આ બગીચાઓ પણ છે.

ઇસ. 2000 ના વર્ષ પછી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધવાથી મનાલી કાશ્મીરના ટુરિઝમનો એક વિકલ્પ બનીને ઉભરી આવ્યું અને ત્યાર બાદ આ નાનકડું ગામ વિવિધ હોટેલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટે થી ઉભરાઈને એક નગર બની ગયું છે. છેલ્લા બે વર્ષથી કાશ્મીરમાં 370ની કલમ કાઢ્યા બાદ ત્યાં પણ પ્રવાસીઓ નો ઉછાળો આવ્યો છે પરંતુ મનાલીની લોકપ્રિયતા પ્રવાસીઓમાં યથાવત રહી છે. અટલ ટનલ બન્યા બાદ અહીંના પ્રવાસી બારેમાસ સ્પીતી વેલીના શિશુલેક કે કોકસર ઉચ્ચ હિમાલય ક્ષેત્રોમાં લટાર મારીને સાંજે મનાલી પરત આવી જાય છે. 

મનાલી ભૌગોલિક રીતે વિવિધતાઓનો સંગમ ધરાવે છે. અહીં તમને બર્ફીલા પહાડો, વાદીઓમાં આવેલ હરિયાળા મેદાનો, ઘેઘૂર જંગલો અને ખળખળ વહેતી બિયાસ નદીની પ્રવાહ જોવા મળે છે. મનાલીની આવી આગવી વિશેષતાઓ થકી દેશના ખુબજ પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં સ્થાન ધરાવે છે. અહીં બારેય માસ અહીં સહેલાણીઓ ઊમટતા રહે છે. ખાસ કરીને નવપરણેલા યુગલો માટે હનીમૂન માટેનું આ મનપસંદ સ્થળ છે. હિમાચલમાં આવતો દરેક સહેલાણી મનાલીની મુલાકાત અવશ્ય લે છે. 

મનાલી જમીન માર્ગથી લાહોલ - સ્પીતીવેલી અને લેહને જોડી આપે છે, અને ત્યાં જવા માટેનું પ્રવેશદ્વાર છે. આ માર્ગ મેં-જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીજ ખુલ્લો હોવાથી આ સમયે મનાલી પ્રવાસીઓ થી ધમધમતું રહે છે.

ફરવા માટે યોગ્ય સમય :

અહીં તમને ઠંડીની અને ગરમીની બન્ને ઋતુમાં બરફ જરૂરથી જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જો નસીબ સારા હોય અને પ્રકૃતિ મહેરબાન હોય તો બરફવર્ષા પણ માણવા મળી જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમને અહીંની વાદીઓમાં આહલાદક ઠંડીનો અનુભવ થાય છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પરંતુ હા આ સમયે વધારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અન્ય હાલાકી નો સામનો કરવો પડી શકે છે. છેલ્લા બે વર્ષથી આ ક્ષેત્રમાં વધારે વરસાદ પડે છે. જો ચોમાસાની ઋતુમાં જવાનું થાય તો એ મુજબની તૈયારી રાખવી.

ફરવા માટેના સ્થળ અને અન્ય પ્રવૃતિઓ: 

ફરવાના સ્થળ વિશેની માહિતી દિવસ મુજબ આપું છું જેથી કરી ફરવાનું આયોજન કરવામાં સરળતા રહે. અને જેટલા દિવસ હોય એ મુજબ આયોજન કરી શકાય. 

દિવસ 1 :

લોકલ મનાલી કે જેમાં વશિષ્ઠ મંદિર, જોગીની વોટર ફોલ (ટ્રેક), હિડિંબાદેવી અને ઘટોત્કચ મંદિર, મનુ ભગવાન મંદિર, ક્લબ હાઉસ, માલ રોડ, વનવિહાર, અને તિબિતિયન મોન્સ્ટેરી, નગર કિલ્લો વગેરે.

અહીં બિયાસ નદીમાં રિવર ક્રોસિંગની પ્રવૃતિ કરી શકો છો.


દિવસ 2 :

સોલંગવેલી અને અંજની મહાદેવની (ટ્રેક), અટલ ટનલ, શિશુલેક, કોકસર વગેરે. મેં મહિનાથી નવેમ્બર મહિના દરમ્યાન રોહતાંગ પાસ પણ ખુલે છે.

સોલંગવેલીમાં કેબલ કાર, ઝોરબિંગ (ઉનાળામાં), પેરાગ્લાઇડિંગ

ઉપરાંત જ્યાં સ્નો હોય ત્યાં સ્નો બાઇક, સ્કીઈંગ અને લસરપટ્ટી જેવી પ્રવૃતિ પણ કરી શકો છો.

દિવસ 3 :

કુલ્લુમાં વૈષ્ણોદેવી મંદિર, દશેરા મેદાન અને બીજલી મહાદેવ (ટ્રેક) વગેરે.

કુલ્લુમાં બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગની પ્રવૃતિ કરી શકો છો.

ત્યાંથી કસોલ વેલીમાં આવેલ મણિકરણની મુલાકાત લઈ શકો જ્યાં પાર્વતી નદી, ગુરુદ્વારા, ગરમ પાણીના કુંડ, શિવ પાર્વતી મંદિર, ગરમ પાણીના ઝરા, રામચંદ્ર મંદિર વગેરે.

રાત્રિ રોકાણ હોય તો હિપ્પી લોકોના ગામ મલાના (ટ્રેક) પણ જઈ શકો છો. 

કસોલમાં નદીના કિનારે કેમ્પમાં રહેવાની એક અલગ મજા છે.


દિવસ 4 :

હમતા વેલી અને હમતા પાસ. જ્યાં 4 X 4 જિપ્સી વડે જવાય છે. જ્યાં અમુક લોકોજ જાય છે. શિયાળાની ઋતુમાં અહીં ઇગ્નુ જેવા ઘરમાં રહેવાનો લાભ પણ લઈ શકાય છે.


કેવી રીતે પહોંચવું ?

મનાલી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન દિલ્હી અથવા ચંદીગઢ છે. નજીકનું એરપોર્ટ પણ ચંદીગઢ અથવા દિલ્હી છે. અહીંથી તમે બાય રોડ પબ્લિક વિહિકલ અથવા તો પ્રાઇવેટ ટેક્સી દ્વારા જઈ શકો છો. 

મનાલી દિલ્હી થી 500 કિલોમીટર અને ચંદીગઢ થી 265 કિલોમીટરના અંતરે આવેલ છે.

તો રાહ શેની જુઓ છો ? અહીં ગરમીનો ફૂલ પ્રકોપ વર્તાઈ રહ્યો છે તો ઉપડી જાવ બિસ્તરા પોટલાં બાંધીને..


સાભાર :-

ધવલપટેલ_હિંદુસ્તાની

Tuesday, February 25, 2025

Chep 8, 9, 12 ના મહત્વના પ્રશ્નોની યાદી

વિભાગ B (1 માર્ક્સ)

1. શેરહોલ્ડરોને ડિવિન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે?

2. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે?

3. કાયમી મૂડીના ઘટકો કયા છે?

4. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે?

5. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી?

6. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે?

7. ભારતમાં શૅરબજારો નું નિયમન કોના દ્વારા થાય છે?

8. કરારનોંધ એટલે શું?

9. ફૂલ ફોર્મ  CDSL, SEBI

10. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે ?

11. ડિમટિરિયલાઈઝેશન એટલે શું?

12. મુંબઈ શેરબજાર નો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે?

13. મુંબઈ શેરબજાર ની સ્થાપના કયારે થઈ?


વિભાગ C (2 માર્ક્સ)

1. કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો.

2 કાયમી મૂડીને અસર કરતાં ચાર પરિબળો જણાવો.

3. ઉત્પાદન ચક્ર એટલે શું?

4. ઈષ્ટતમ મૂડી માળખું એટલે શું?

5. સેબી ના બે હેતુઓ જણાવો.

6. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં નજાર એટલે શું?

7. કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે?

8. નાણાકીય બજાર ના સાધનો કયા-કયા છે?

9. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું ?

10. નાણાકીય બજારના પ્રકારો જણાવો.

11. ટ્રેઝરી બિલ એટલે શું?

12. ખાનગીકરણનો અર્થ આપો.

13. WTO અને GATT નું વિસ્તૃત રૂપ.

14. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે?

15. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે.


વિભાગ D (3 માર્ક્સ)

1. આદર્શ મૂડી માળખાની લાક્ષણિક્તા સમજાવો.

2. કાર્યશીલ મૂડીને અસર કરતા છ પરિબળો સમજાવો

3. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

4. મૂડી માળખાને અસર કરતાં આંતરિક પરિબળો સમજાવો.

5. નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો.

6. શૅરબજારના કાર્યો સમજાવો.

7. નાણાં બજારના લક્ષણો જણાવો.

8. સેબીના કાર્યો જણાવો.

9. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિશે ટૂંકનોંધ લખો.

10. વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો સમજાવો.

11. ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો.

12. ઉદારીકરણનો અર્થ આપી તેની ચાર અસરો જણાવો.

13. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની નકારાત્મક અસરો આપો.

14. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો.


Wednesday, February 19, 2025

Std 12 કોમર્સ માં BA વિષયમાં પાસ થવા ફકત આટલું તૈયાર કરો.


Std 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046

પાસ થવા ફકત નીચે આપેલ પાઠમાં આપેલ પ્રશ્નોની તૈયારી કરી સારા માર્ક્સથી પાસ થઈ શકો છો.

Chep 1 ની Question Bank માટે 

ક્લિક કરો.


Chep 3 ની Question Bank માટે 

ક્લિક કરો.


Chep 5 ની Question Bank માટે 

ક્લિક કરો.


Chep 6 ની Question Bank માટે 

ક્લિક કરો.


Chep 7 ની Question Bank માટે 

ક્લિક કરો.


Chep 11 ની Question Bank માટે 

ક્લિક કરો.

Gyanpothi whatsapp Channel માં 

Join થવાની લિંક

Click for Join Group

Std 12 કોમર્સ BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના મહત્વના વિભાગ C ના પ્રશ્નો

Std 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ C (2 માર્ક્સ )

(આપેલ પ્રશ્નોમાંથી બોર્ડમાં 15 થી 20 માર્ક્સ મળી શકે છે.)


1. પ્રતિક્ષા યાદી એટલે શું?

2. “તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે”-વિધાન સમજાવો.

3. કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો.

4. વિકાસ એટલે શું?

5. તાલીમનો અર્થ આપો.

6. ભરતી એટલે શું?

7. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે?

8. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે?

9. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે ?

10. "કર્મચારીઓ એકમના હાથ-પગ સમાન છે.” વિધાન સમજાવો.

11. “આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે.''-સમજાવો.

12. ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્યપરિબળો કયા છે ?

13. “અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે.”-સમજાવો.

14. લેબલિંગના ચાર કાર્યો જણાવો.

15. સારા વેચાણકર્તાની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.

16. બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો.

17. વિતરણના માધ્યમો (પ્રકારો) જણાવો.

18. પેદાશ વિભાવનાની સમજ આપો.

19. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે.

20. બ્રાન્ડિંગની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.

21. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે?

22. બજાર સંશોધનનો અર્થ આપો.

23. CGSI અને CUTS નું વિસ્તૃત રૂપ આપો.

24. ગ્રાહકોનું કઈ રીતે શારિરીક અને માનસિક શોષણ થાય છે ?

25. ટ્રસ્ટીશીપના સિધ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો.

26. પર્યાવરણને સુસંગત પેદાશો અંગે માહિતી આપો.

27. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પધ્ધતિ વિશે જણાવો.

28. જાહેર હિતની અરજી PIL વિશે ટૂંકમાં જણાવો.

29. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો.

30. ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે?

31. સંયુક્ત રાષ્ટ્રસંઘે તરફેણ કરેલા ગ્રાહકના બે અધિકારોની સમજૂતી આપો.

32. WTO અને GATT નું વિસ્તૃત રૂપ.

33. ખાનગીકરણનો અર્થ આપો.

34. વૈશ્વિકીકરણની ચાર હકારાત્મક અસર જણાવો.

35. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે?

36. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે.

37. ધંધાકીય પર્યાવરણને અસર કરતાં બાહ્ય પરિબળોના નામ આપો.

38. ખાનગીકરણની કોઈપણ ચાર નકારાત્મક અસરો જણાવો.

Sunday, December 15, 2024

Rajsthan Tour

 राजस्थान घूमने के लिए सितंबर से मार्च तक का मौसम सब से बढ़िया है सो  इन सर्दियों में जो भी मित्र राजस्थान घूमने की योजना बना रहे है उन के लिए कुछ सुझाव ----


1) अगर आप उत्तर भारत से है तो अपनी राजस्थान यात्रा जयपुर से शुरू करते हुए आगे रणथंभोर , चित्तौड़ , उदयपुर , कुम्भलगढ़ , राणकपुर जी , माउंट आबू , जोधपुर , जैसलमेर , बीकानेर करते हुए पुनः जयपुर आ कर खत्म कर सकते है , जयपुर से आप को अपने गंतव्य के लिए ट्रेन और फ्लाइट की सुविधा मिल जाएगी । 

अगर आप मध्यभारत , गुजरात अथवा महाराष्ट्र से है तो अपनी यात्रा उदयपुर से शुरू करते हुए  आगे चित्तौड़ , कुम्भलगढ़ , राणकपुर जी , माउंट आबू , जोधपुर , जैसलमेर , बीकानेर , जयपुर  करते हुए रणथंभोर में खत्म कर सकते है , रणथंभौर के पास ही कोटा से आप को अपने गंतव्य के लिए ट्रेन की सुविधा मिल जाएगी , अगर बाय एयर जाना चाहते है तो रणथंभौर से पुनः जयपुर एयरपोर्ट आ सकते है जो की ज्यादा दूरी पर नही है ।


2 ) राजस्थान का मौसम लगभग निश्चित रहता है , सितंबर में बादल , अक्टूबर और नवम्बर में हल्की सी ठंड , दिसम्बर से फरवरी  तगड़ी वाली ठंड मिलेगी सो अगर नवम्बर से फरवरी के बीच यात्रा करना चाहते है तो गर्म कपड़े साथ रखना जरूरी है , वैसे दिन में गुनगुनी सुहाती हुई धूप की वजह से घूमने का आनंद भी इन्ही महीनों में आता है । 


3 ) अगर दिसम्बर में यात्रा का प्लान बना रहे है तो जहाँ तक संभव हो 25 दिसम्बर से 31 दिसम्बर के बीच राजस्थान यात्रा को अवॉयड करें ,...वजह ये राजस्थान टूरिज्म का सब से पीक टाइम होता है , हर जगह आप को दुगुनी कीमत में रूम  , टेक्सी , भोजन आदि मिलेंगे , और फेमस प्लेसेज जैसे की जैसलमेर , पुष्कर , कुंभलगढ़ , माउंट आबू आदि जगहों पर तो रूम्स आदि 4 गुने तक महंगे मिलेंगे । साथ ही हर स्पॉट पर आप की भारी भीड़ मिलेगी  सो घूमने का मज़ा खराब हो जाएगा ।


4 ) चूँकि ये सीजन का टाइम है तो लपकों से सावधान रहें , किसी भी जगह की कोई स्पेशल चीज़ खरीदनी हो तो ऑथेंटिक जगह से ही खरीदें , इस के अलावा हर फेमस टूरिस्ट स्पॉट पर आप को सरकार द्वारा रजिस्टर्ड गाइड मिल जाएंगे , अगर गाइड की सेवा लेना चाहें तो इन्ही से ले इन के प्राइज फिक्स होते है , श्रीनाथ जी आदि मंदिर में VIP दर्शन के झांसे में ना आये , बिना VIP ही अच्छे से दर्शन हो जाते है । 


5 ) जिस जगह भी पधारें , वहाँ का लोकल फूड जरूर ट्राय करें , क्योंकि राजस्थान के हर क्षेत्र का अपना अलग जायका है फिर चाहे वो मेवाड़ हो , मारवाड़ हो , थली प्रदेश हो या शेखावाटी हो सब जगह आप को कुछ अलग स्वाद मिलेगा । 


6 ) कई बार हम सोचते है की फला जगह पहुँच कर ही होटल में रूम आदि बुक करवा लेंगे जिस से थोड़ी बार्गेनिंग हो कर रेट्स सस्ती हो जाएगी तो ज्यादातर मामलों में ऐसा होता है की एन टाइम पर सारे होटल Full मिलते है और रेट्स उल्टे ज्यादा चुकाने पड़ जाते है सो अगर फेमिली के साथ टूर कर रहे है तो ये रिस्क उठाने की बजाय आप टूर ऑपरेटर की सेवा  ले सकते है या ऑनलाइन साइट्स से प्रीबुकिंग करवा सकते है जिस से यहाँ आने के बाद कोई दिक्कत पेश नही आएगी   ।

Thursday, November 28, 2024

B.Ed. EPC-8 Model Paper 1

SAURASHTRA UNIVERSITY, RAJKOT

B.Ed. Exam Paper Sem-3 (New syllabus) 

Subject EPC-8 ICT (Computer)






Saturday, November 9, 2024

ઉજ્જૈન થી ઓમકારેશ્વર

ઉજ્જૈન થી ઓમકારેશ્વર 

(ઈન્દોર રેલવે સ્ટેશન થી નજીક ઓમકારેશ્વર જવા માટે બસ મળે છે.)


હરસિદ્ધિ માતા 

બડા ગણેશ

મહાકાલ

કાલ ભૈરવ

સાંદિપની

ભર્તૃહરિની ગુફા


જેસલમેર Jesalmer

આ છે અમારું અમદાવાદથી જયસલમેર સુધીના પ્રવાસ પર આધારિત વિગતવાર અને ગોઠવાયેલું ઈટિનરરી:

દિવસ 1: જયસલમેર માટેનો પ્રવાસ

રાત્રિ 2:00: અમદાવાદથી પ્રસ્થાન કરવું.

બપોરે 12:00 (અગલા દિવસ): જયસલમેર પહોંચવું.જમણ: જયસલમેરમાં જમવું.


સાંજે 3:00: રોયલ જયસલમેર રિસોર્ટ માં ચેક-ઇન.ખર્ચ: ₹3500 દર રૂમ (મિલ્સ અને સફારી સહીત).


પ્રવૃત્તિઓ:ફ્રેશ થઈ આરામ કરવો.


સેમ સેન્ડ ડ્યુન્સ/ખુરી સેન્ડ ડ્યુન્સ માં રેતીના ટીબાઓની સફારી:થાર જીપ સફારી અને ઊંટ સફારી નો આનંદ.

સાંજે: રિસોર્ટમાં રાજસ્થાની લોકસંગીત અને નૃત્ય.

જમણ: રિસોર્ટમાં જમણ.


દિવસ 2: લોંગેવાલા અને તાનોટ માતા મંદિર

સવાર: રિસોર્ટમાં નાસ્તો.

સવાર 8:00: લોંગેવાલા વૉર મેમોરિયલ જવા માટે પ્રસ્થાન.માર્ગ: દ્રશ્યમય અને ટ્રાફિક મુક્ત માર્ગ.


સવારે 11:30: લોંગેવાલા વૉર મેમોરિયલ પર પહોંચવું.પ્રવેશ ફી: ₹50/વ્યક્તિ.

મ્યુઝિયમમાં તપાસ અને ભારત-પાક યુદ્ધ પર ડોક્યુમેન્ટરી જોવી.


બપોરે 1:30: તાનોટ માતા મંદિર (40 કિ.મી. દૂર) જવું.30 મિનિટ વીતાવ્યા અને ભારત-પાક સરહદ (20 કિ.મી.) માટે બીએસએફ પાસ મેળવ્યો.


સાંજે 6:30: જયસલમેર પરત આવવું.હોટેલ બાંસુરી એક્સેલન્સી માં ચેક-ઇન.

રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરન્ટ ખાતે ડિનર.

ચૌરાહા નજીક રાત્રી ભમણ.


દિવસ 3: જયસલમેરની મુલાકાત

સવારે 8:00: પરભુ ટી સ્ટોલ ખાતે નાસ્તો.

સવાર: જયસલમેર કિલ્લો ની મુલાકાત.પાર્કિંગ: ₹60.


ગાઈડ રાખ્યો: ચાતુરસિંહ ભાટી તેજમલતા (09610232187)ગાઈડ ફી: ₹200 (₹100 પર સેટલ થયા પણ નિષ્ઠા માટે વધારું ટિપ આપ્યું).

પ્રવેશ ફી: ₹200/પ્રતિમુખ, ₹100/બાળક (5 વર્ષથી નીચે).

ખરીદી: પુરુષોના વોલેટ (₹100–₹250) અને સ્ત્રીઓના વોલેટ (₹200–₹500). ભાવકિચકિચી શક્ય.


બપોર: પટવા હવેલી અને ગદિસર તળાવ ની મુલાકાત.પાર્કિંગ: ₹50.

ફોટોગ્રાફી અને ઘોડેસવારી માણવી.


સાંજે: કુલધારા હૌન્ટેડ વિલેજ ની મુલાકાત.પ્રવેશ ફી: ₹30/વ્યક્તિ, ₹50/કાર.

સ્થળે ફોટોગ્રાફી.


રાત્રિ: રામદેવરા બાબા રામદેવ મંદિર માટે પ્રસ્થાન.દર્શન અને ફોટોગ્રાફી.

હોટેલ નકલંગ માં રાત્રિ રોકાણ.


દિવસ 4: જોધપુર અને નકોડા તરફ પ્રસ્થાન

સવાર: જોધપુર તરફ ડ્રાઇવ.સ્પીડ મર્યાદા: 90–100 કિ.મી./કલાક ના વેગથી આગળ વધવું.

મહાવીર સ્વીટ હોમ (નવું શોપ) ખાતે નાસ્તો.


બપોરે: મહેરાનગઢ કિલ્લો ની મુલાકાત.પ્રવેશ ફી: ₹200/વ્યક્તિ.

પાર્કિંગ: ₹50.

કિલ્લા સાથે 3 કલાક વિતાવ્યા.


સાંજે: નકોડા પરશ્વનાથ જૈન મંદિર તરફ ડ્રાઇવ.રોકાણ: ₹750/રૂમ.

ભૈરવ દાદા મંદિર અને જૈન મંદિર ની મુલાકાત.

નકોડા ભૈરવ કૃપા ભોજનાલય ખાતે ડિનર.


દિવસ 5: નકોડાની મુલાકાત અને પરત ફાળો

સવાર: ભૈરવ દાદા જૈન મંદિર માં દર્શન.

શ્રી નકોડા રિદ્ધિ સિદ્ધિ ભોજનશાળા ખાતે નાસ્તો:ખર્ચ: ₹50 (અનલિમિટેડ: પોહા, ઇડલી, ખાખરા, ચા, દૂધ, વગેરે).


બપોરે: શ્રી બ્રહ્માજી મંદિર, અસોતરા ની મુલાકાત.

બપોર પછી: સુંધા માતા મંદિર ની મુલાકાત.મંદિર માટે 700 પાયાની ચઢાણ.

4 કલાક વિતાવ્યા.


સાંજે: અમદાવાદ તરફ પરત પ્રસ્થાન.

પ્રવાસનો સાર:

કુલ અંતર કવર: ~1800 કિ.મી.

મુખ્ય આકર્ષણ: જયસલમેર કિલ્લો, લોંગેવાલા, તાનોટ માતા મંદિર, જોધપુર મહેરાનગઢ કિલ્લો, નકોડા જૈન મંદિર, અને સુંધા માતા મંદિર.

પ્રવૃત્તિઓ: રેતીના ટીબાઓની સફારી, સાંસ્કૃતિક પ્રદર્શન, ફોટોગ્રાફી, ખરીદી, અને ટ્રેકિંગ.


#jaisalmer 



જૈસલમેર, જેને “ગોલ્ડન સિટી” તરીકે ઓળખવામાં આવે છે, એ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ છે. આ પ્લાન તમારા માટે બધી મહત્ત્વપૂર્ણ જગ્યાઓને આવરી લેશે, જેથી સમય બચાવીને વધુ મઝા માણી શકશો.


Day 1: જૈસલમેરમાં આગમન અને સ્થાનિક દર્શન

 • જૈસલમેર કિલ્લો (સોનાર કિલ્લો): તમારા પ્રવાસનો પ્રથમ દિવસ સોનાર કિલ્લાની મુલાકાતથી શરૂ કરો. આ વાદળી પથ્થરનો કિલ્લો છે જેમાં માર્કેટ, હવેલી અને જૈન મંદિરો પણ છે.

 • જૈન મંદિરો: કિલ્લાના અંદર આવેલા આ જૈન મંદિરો પોતાની પ્રાચીન કોતરણી અને શિલ્પકલાને કારણે જાણીતા છે.

 • પતવોં કી હવેલી: આ હવેલીની આકર્ષક રચના અને જટિલ કોતરણી ખૂબ સુંદર છે. આ જૈસલમેરની પ્રથમ હવેલી છે.

 • નાથમલ કી હવેલી: આ હવેલીના સુંદર શિલ્પ અને કોતરણી આકર્ષક છે, જેનાથી આ હવેલી અનોખી લાગે છે.

 • ગડિસર તળાવ પર સૂર્યાસ્ત: સાંજના સમયે ગડિસર તળાવ પર સુંદર સૂર્યાસ્ત જુઓ. આ તળાવ એક સુંદર પિકનિક સ્થળ પણ છે.


Day 2: રેતીનો મથક અને સાંસ્કૃતિક અનુભવ


 • કુલધારા ગામ: આ પ્રાચીન ગામ એક ભુતિયા સ્થળ તરીકે જાણીતું છે. અહીંની પ્રાચીન વાર્તાઓ અને ઇતિહાસ વિશે જાણી શકો છો.

 • સેમ રેતીના ધૂળિયા: જૈસલમેરનો પ્રવાસ સેમ રેતીના ધૂળિયાની સફારી વિના અધૂરો છે. અહીં તમારે ઊંટ સવારી અને જીપ સફારીનો આનંદ માણી શકો છો.

 • સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજસ્થાની ભોજન: રાત્રીના સમયે ડેઝર્ટ કેમ્પમાં રાજસ્થાની લોકનૃત્ય અને ભોજનનો આનંદ લો.


Day 3: ઐતિહાસિક સ્મારકો અને પ્રસ્થાન


 • બડા બાગ: આ જગ્યાએ ઘણી છત્રીઓ અને મહારાજાઓની સમાધિઓ જોવા મળે છે, જે ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ છે.

 • ડેઝર્ટ નેશનલ પાર્ક: અહીં વન્યજીવન અને પ્રાચીન ડાયનાસોરના ફોસિલ્સ જોવા મળે છે. કુદરતી પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ સ્થાન છે.

 • અમર સાગર અને લોદુરવા મંદિરો: અમર સાગર એક સુંદર તળાવ છે અને લોદુરવા પ્રાચીન રાજધાનીની જગ્યા છે, જ્યાં પ્રાચીન મંદિરો અને કોતરણી જોવા મળે છે.

 • જૈસલમેર માર્કેટમાં શોપિંગ: જૈસલમેરના પ્રવાસના અંતે સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરો, જ્યાંથી તમે પરંપરાગત હેન્ડિક્રાફ્ટ, ટેક્સટાઇલ્સ અને જ્વેલરી લઈ શકો છો.


વૈકલ્પિક સ્થળો (જો સમય હોય તો)


 • તાનોટ માતા મંદિર: આ મંદિર જૈસલમેરથી 2-3 કલાકના અંતરે છે અને સરહદ નજીક આવેલું છે. આ મંદિર બીએસએફ દ્વારા સંચાલિત છે અને ત્યાં જવાનો પણ એક ખાસ અનુભવ છે.



માથેરાન

મનોરમ્ય માથેરાન.

Matheran 

“મરાઠીમાં માથે એટલે ઉપર અને રાન એટલે જંગલ. ડેડી, આપણે પર્વતની ટોચ ઉપર આવેલા જંગલમાં આવી ચૂક્યા છીએ. કેવું અદભૂત અને અલૌકિક વાતાવરણ છે, નહિ!” 


નીલ આર્મસ્ટ્રોંગે જયારે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હશે ને પૃથ્વીથી તદ્દન ભિન્ન એવી એ ધરતી પર પ્રથમ પગલું મૂકતાવેંત એમને જેવા અલૌકિક આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઇ હશે એવી જ લાગણી જાણે ના અનુભવી રહ્યો હોય એટલા જ હોંશ અને ઉત્સાહથી દીકરાએ માથેરાન ઉપર પહોંચી ગયાની જોરશોરથી જાહેરાત કરી.  


અંધેરીથી ઘાટકોપર સુધી મેટ્રોમાં ને ત્યારપછી ત્યાંથી નેરલ સુધી અમે લોકલ ટ્રેનમાં આવ્યા હતા. નેરલથી સ્થાનિક ટેક્સીમાં બેસીને અમે માત્ર વીસ મીનીટમાં દસ્તૂરી નાકા સુધી પહોંચી ગયા હતા જે હવા અને અવાજનું પ્રદૂષણ ઓકતા વાહનો માટેનો અંતિમ પડાવ હતો કારણ કે, અહીંથી જ ઇકો ઝોનની શરૂઆત થતી હોવાને કારણે વાહનો માટે આગળ જવા પર પ્રતિબંધ હતો. માથેરાનનું મુખ્ય સ્ટેશન અને બજાર અહીંથી માત્ર અઢી કિલોમીટર દૂર હતાં. ત્યાંસુધી પહોચવા માટે કુલ ચાર વિકલ્પો ઉપલબ્ધ હતા; ૧. ઘોડા પર બેસીને, ૨. ટ્રેનમાં બેસીને, ૩. ઈલેક્ટ્રિક રીક્ષામાં બેસીને અને ૪. પગપાળા.


ફરવા જ નીકળ્યા છીએ તો કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલતા જઈએ એમ વિચારીને અમે પગપાળા જ ચાલવા માંડ્યું. સૌથી પહેલા સ્થાનિક ટેક્સ ચૂકવીને અમે એક મોટા ડોમમાંથી પસાર થયા ને ત્યાર પછી બ્લોકસ પાથરેલા સાફસૂથરા રસ્તા ઉપર આવી ગયા હતા. થોડું ચાલ્યા પછી અમે ‘અમન લોજ’ નામના સ્ટેશન નજીક આવી પહોંચ્યા. અહીંથી અમે મુખ્ય રસ્તાને છોડીને ટ્રેન જે રસ્તે જાય છે એ ટ્રેકને સમાંતર જ ચાલવાનું શરૂ કર્યું. સ્ટેશનથી થોડે જ દૂર અમને એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું. ટ્રેકની બંને બાજુએ ભેખડો હતી ને એની ઉપર ઘટાદાર વૃક્ષો આવેલા હતા ને એ વૃક્ષોની છાયામાં ટ્રેનનો ટ્રેક જમણી બાજુએ તીવ્ર વળાંક લઇ રહ્યો હતો. ફોટોગ્રાફી માટે આથી ઉત્તમ દૃશ્ય બીજું કયું હોઈ શકે એમ વિચારીને અમે એકબીજાનાં અઢળક યાદગાર ફોટાઓ પાડ્યા. 


આવા અદભૂત ને અલૌકિક વાતાવરણમાં થાકનો લગીરે અનુભવ થાય ખરો! ટ્રેનનાં ટ્રેકને સથવારે ખભે થેલો ભરાવીને બસ અમે તો ચાલતા જ રહ્યા. ટ્રેક કયાંક સીધેસીધો તો ક્યાંક ડાબે જમણે સર્પાકારે ઉપર તરફ આગળ વધી રહ્યો હતો. રસ્તો સૂમસામ હતો અને વાતાવરણ શાંત, નીરવ અને સ્તબ્ધ હતું. ક્યારેક ક્યારેક પક્ષીઓનો કલરવ, પહાડી ખિસકોલીઓની ચીખ તો ક્યારેક અશ્વોની હણહણાટી આ શાંત અને નીરવ વાતાવરણમાં મીઠી ખલેલ પહોંચાડી રહ્યા હતા. આવા વાતાવરણને સાથ આપવા માટે અમે પણ મૌન રહેવાની મજા માણી રહ્યા હતા ને અચાનક આગળ ચાલી રહેલા દીકરાની તીણી ચીખ સંભળાઈ; "ડાબી બાજુ નજર તો કરો. કેવી રળિયામણી પર્વતમાળાઓ દેખાઈ રહી છે." 


ડાબી બાજુએ વળાંક લઈ રહેલા ટ્રેક પર થોડે આગળ વધ્યા ને સામેનું દૃશ્ય નિહાળીને અમે અવાચક બની ગયા. જાણે કોઈ ખ્યાતનામ કલાકારે પૃથ્વી પર વિશાળ કેનવાસ ના પાથર્યો હોય એમ નજર પહોંચે ત્યાં સુધી સ્વચ્છ અને નિરભ્ર આકાશ ભૂરા રંગમાં પથરાયેલું હતું. એ કેનવાસ પર ચિતારાએ નવરાશની પળોમાં હળવે હાથે પીંછીના નાના મોટા લસરકા માર્યા ના હોય એમ પશ્ચિમઘાટની પર્વતમાળાઓ દૂર સુધી નજરે ચઢી રહી હતી. એની ઉપરથી પડતો પાણીનો પ્રવાહ ઝરણું બનીને સસલાની માફક ઉછળકૂદ કરી રહ્યો હતો, જ્યારે એની વચ્ચે ઉંડી ને અગાધ ખીણો ચોવીસ કેરેટના સોનાની માફક ચમકી રહી હતી. આ બધામાં શિરમોર એવા ચોમેર છવાયેલા લીલાંછમ્મ ને ઘટાદાર જંગલો શરીર પર ધારણ કરેલા આભૂષણોની માફક પશ્ચિમઘાટની પર્વતમાળાઓને પ્રભાવશાળી બનાવી રહ્યા હતા. ક્ષણભર માટે સમય જાણે કે થંભી ગયો હતો ને કુદરતની આ અકળ ને અદભૂત લીલાનાં દર્શન કરવા માટે અમે પણ થંભી ગયા હતા.


કુદરતી સૌંદર્યનું મનભરીને રસપાન કર્યા પછી જયારે અમે માથેરાનના મુખ્ય બજારમાં પહોંચ્યા ત્યારે ભોજનનો સમય થઇ ચૂક્યો હતો ને અમારા પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. એક જાણીતી રેસ્ટોરાંમાં જેવી અમે ભોજનની શરૂઆત કરી કે તરત જ વરુણ દેવે પણ અમારા આગમનને વધાવવા માટે ગાજવીજ સાથે પૃથ્વી પર પધરામણી કરી. ભોજન પૂરું થયા પછી પણ વરસાદ વિરામ લેવાનું નામ નહોતો લેતો આથી બાજુની દુકાનમાંથી રેઇનકોટ ખરીદીને અમે ત્યાંથી પાંચ સાત મિનીટ દૂર આવેલા અમારા રીસોર્ટ ભણી ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે, વરસતા વરસાદની સાથે જુગલબંધી કરવા માટે રૂની પૂણી જેવા સફેદ ધુમ્મસના વાદળોએ પણ ચોમેર ઘેરો ઘાલી દીધો હતો. 


એક બાજુ વરસાદથી બચવા માટે માથે ટોપો ને શરીર પર ઢીંચણ સુધી ધારણ કરેલા કામચલાઉ  રેઈનકોટને કારણે અમારો દેખાવ અવકાશયાત્રી જેવો અનોખો હતો ને બીજી બાજુ, ગાજવીજ સાથે ધોધમાર વરસી રહેલો વરસાદ તથા અચાનક આવી ચઢેલા ધુમ્મસના વાદળોને કારણે સર્જાયેલું અનોખું ને અદભૂત વાતાવરણ હતું.


આવા મનમોહક વાતાવરણમાં, જ્યારે અમે સ્તબ્ધ અને સૂમસામ બની ગયેલા મુખ્ય રસ્તા પર વરસાદને ઝીલતાં ઝીલતાં અને ધુમ્મસને ચીરતા ચીરતા હળવે પગલે ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમને પણ અદભૂત ને અલૌકિક દુનિયામાં આવી ના પહોંચ્યા હોય એવી અનોખી લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.


- કમલ સંગીત

Friday, November 1, 2024

ફટાકડા અને ભારત :- જાણો ઇતિહાસ

પ્રાચીન ભારતમાં પણ તમામ પ્રકારની ક્ષમતાના એન્જિનિયરો હતા તે તેના મંદિરો અને તેના એન્જિનિયરિંગ,વાસ્તુ,ધાતુ શાસ્ત્ર ના રેકોર્ડ્સ પરથી સ્પષ્ટ છે, પરંતુ સનાતન ધર્મ થી  અણગમતા ભારતની સ્ટીરિયોટાઇપ ,વામ પંથી લોકો હજી પણ  સ્વીકારવામાં શરમ અનુભવે છે . 

19મી માર્ચ, 1953ના રોજ ભારતીય સંસ્કૃતિ સંસ્થાનની ચર્ચા સભામાં વિચારણા કરવામાં આવેલ આ વિદ્વતાપૂર્ણ પેપરમાં આપણા કેટલાય વ્યવહારોએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રાચીન ભારતીય સિદ્ધિઓની સાક્ષી આપી છે.  પ્રો. પી. કે. ગોડે એ હકીકત પ્રસ્થાપિત કરે છે કે આતશબાજીના પ્રયોજિત વિજ્ઞાનમાં, મધ્યયુગીન ભારત માત્ર ટેકનિકલ ચાતુર્યમાં પશ્ચિમી દેશોથી પાછળ નહોતું અને હજુ પણ 15મી સદીના મધ્ય પહેલા તહેવારોના પ્રસંગોએ પ્રદર્શન માટે ફટાકડા વિકસાવ્યા હોવાનું જણાય છે.


  ભારતમાં ફટાકડાનો વિગતવાર ઇતિહાસ:


  300 વરસ ઈસા પૂર્વે.

  કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સોલ્ટપીટરનો ઉલ્લેખ છે

  2,300 વર્ષ પહેલાં, કૌટિલ્યએ અર્થશાસ્ત્ર, સંચાલન, કાયદાનું શાસન અને અર્થશાસ્ત્ર પર ભારતનો ભવ્ય ગ્રંથ લખ્યો હતો.  તેમાં, તે સોલ્ટપેટર (અગ્નિચૌરાન) વિશે વાત કરે છે, જે "અગ્નિ બનાવવા માટેનો પાવડર" હતો.  કૌટિલ્યએ કહ્યું કે સોલ્ટપેટરનો ઉપયોગ ધુમાડો બનાવવા માટે થઈ શકે છે જેનો ઉપયોગ યુદ્ધમાં દુશ્મન સામે લડવા માટે થઈ શકે છે.

ઈ .સ. 600 

  નીલમતા પુરાણ કહે છે કે દિવાળીના 14/15માં દિવસે ફટાકડા પ્રગટાવવા જોઈએ

  નીલમતા પુરાણ એ કાશ્મીરનો એક પ્રાચીન લખાણ (6ઠ્ઠી થી 8મી સદી ) છે, જેમાં તેના ઇતિહાસ, ભૂગોળ, ધર્મ અને લોકવાયકા વિશેની માહિતી છે.  તે કહે છે કે મૃત પૂર્વજોને માર્ગ બતાવવા માટે કારતક (દિવાળી)ના 14/15માં દિવસે ફટાકડા પ્રગટાવવા જોઈએ.

  ઈ.સ.700 

  એક ચીની લખાણ લખે છે કે ભારતીય લોકો "જાંબલી જ્વાળાઓ" ઉત્પન્ન કરે છે

  1300 વર્ષ પહેલાંનું એક ચાઈનીઝ લખાણ કહે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના લોકો સોલ્ટપેટરના અસ્તિત્વથી વાકેફ હતા અને તેનો ઉપયોગ "જાંબલી જ્વાળાઓ" ઉત્પન્ન કરવા માટે કરતા હતા.  આ સૂચવે છે કે જ્વાળાઓ લશ્કરને બદલે સૌંદર્યલક્ષી હેતુઓ માટે બનાવવામાં આવી હતી, જે આધુનિક ફટાકડાના પ્રારંભિક પુરોગામી હતા.

 ઈ .સ.1400 

  ઇટાલિયન પ્રવાસી કહે છે કે વિજયનગર સામ્રાજ્ય ના લોકો "ફટાકડા બનાવવામાં માહેર" છે.

  વચ્ચેના ગાળામાં ઘણું બધું થયું.  કેટલીક સદીઓ પહેલા ચીનમાં ગનપાઉડરની શોધ થઈ હતી અને તે આખરે ભારતમાં આવી.  વધુ વિસ્તૃત ફટાકડા બનાવવા માટે ભારતીયોએ તેને ઝડપથી અપનાવી લીધું.  આ સમયગાળામાં ભારતની મુલાકાતે આવેલા ઇટાલિયન પ્રવાસી લુડોવિકો ડી વર્થેમાએ વિજયનગર શહેર અને તેના હાથીઓનું વર્ણન કરતી વખતે આ કહ્યું: “પરંતુ જો હાથીઓ તોફાને ચડે તો અગ્નિ ,અવાજ સાથે ના ફટાકડા ફોડી ને હાથી ભગાડવા માં આવતા.  કારણ કે આ  લોકો ફટાકડા બનાવવામાં માહેર હતા.

ઇ .સ. 1500 

  સંસ્કૃત ગ્રંથ કૌતુકચિંતામણી ફટાકડા બનાવવા માટે વપરાતા મિશ્રણનું વર્ણન કરે છે

  આતશબાજીના મિશ્રણનું વર્ણન કરતા ફટાકડાના ઉત્પાદનના સૂત્રોનું વર્ણન ઓરિસ્સાના પ્રતિષ્ઠિત રાજવી લેખક ગજપતિ પ્રતાપરુદ્રદેવ (1497-1539) દ્વારા સંસ્કૃત ગ્રંથ કૌતુકચિંતામણીમાં કરવામાં આવ્યું હતું.  દિવાળીની ઉજવણી માટે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, 

  1600 ઈ.સ

  રુક્મિણી સાથે કૃષ્ણના લગ્ન દરમિયાન સાહિત્યમાં રોકેટ અને ફૂલઝાડીઓનું વર્ણન કરવામાં આવ્યું છે

  સંત એકનાથ દ્વારા સોળમી સદીની લોકપ્રિય મરાઠી કવિતા "રુક્મિણી સ્વયંવર" કહેવાય છે, જે કૃષ્ણ સાથે રુક્મિણીના લગ્નનું વર્ણન કરે છે.  કવિતામાં રોકેટથી લઈને આધુનિક ફૂલઝાડીની સમકક્ષ ફટાકડાની શ્રેણીનો ઉલ્લેખ છે.

  1667 

   ઔરંગઝેબે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો

  મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, એ  9મી એપ્રિલ 1667ના  શાહી ફરમાન થી  ઔરંગઝેબે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.  આ ફરમાનનું શીર્ષક "આતિશબાઝી પર પ્રતિબંધ" હતું, અને કહ્યું હતું કે ફટાકડાનું પ્રદર્શન "પ્રતિબંધિત છે."  તેમાં ઉમેર્યું હતું કે કોઈએ "આતિશબાઝીમાં વ્યસ્ત રહેવું" નથી.

  1800 ઈ.સ

   દિવાળી પર ભવ્ય ફટાકડાની ઉજવણી થાય છે

  જેમ જેમ મુઘલ સત્તા ક્ષીણ થઈ, દિવાળીની ઉજવણી વધુ ભવ્ય બની.  મરાઠા ઈતિહાસના લખાણ પેશવાંચી બખારમાં કોટાહ (આધુનિક કોટા, રાજસ્થાન)માં દિવાળીની ઉજવણીનો ઉલ્લેખ છે.  મહાદજી સિંધિયા કહે છે: “દિવાળીનો તહેવાર કોટામાં 4 દિવસ માટે ઉજવવામાં આવે છે, જ્યારે લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે.  કોટાના રાજા આ 4 દિવસો દરમિયાન તેમની રાજધાનીના પરિસરની બહાર આતશબાજીનું પ્રદર્શન કરે છે.  તેને ... "આતશબાજીની લંકા" કહેવામાં આવે છે.

  2022 CE

  દિવાળી: ભારતનો સૌથી મોટો તહેવાર

  દિવાળી એ ભારતની સૌથી ભવ્ય ઉજવણી બની જાય છે, જેમાં દેશભરના લોકો ફટાકડા ફોડે છે, દિવા પ્રગટાવે છે અને રોકેટ છોડે છે.  પરંતુ દિવાળી નગણ્ય પ્રદૂષણ પેદા કરે છે તેવા મજબૂત પુરાવા હોવા છતાં, ઘણા રાજ્યો હવે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના પગલાં લઈ રહ્યા છે, જેના કારણે ભારતની 2500 વર્ષ જૂની પરંપરા જોખમમાં છે.