STD 12 Commerce BA Chep 11 IMP Question

 Paper Style...  (Chep માંથી કુલ 13 Marks ના પ્રશ્નો પૂછાય છે.

વિભાગ A

નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)

આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test


વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  1. પૂર્ણ રૂપ આપો. CUTS, CERC, VOICE, CGSI, CCC, PIL, NCH
  2. રાજ્યકક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે કેટલા દિવસમાં ક્યાં પુનઃવિચાણા માટે અરજી કરવી પડે છે?
  3. ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે ?
  4. જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય ?
  5. ગ્રાહક સુરક્ષા એટલે શું ?
  6. ગ્રાહક સુરક્ષા ના કાયદા મુજબ ગ્રાહક એટલે શું ?
  7. વાલી પણાનો સિદ્ધાંત કોણે આપ્યો ?
  8. ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં આવ્યો ?


વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)

  1. CGSI અને CUTS નું વિસ્તૃત રૂપ આપો.
  2. ગ્રાહકોનું કઈ રીતે શારિરીક અને માનશીક શોષણ થાય છે ?
  3. ટ્રસ્ટીશીપના સિધ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો.
  4. પર્યાવરણને સુસંગત પેદાશો અંગે માહિતી આપો.
  5. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પધ્ધતિ વિશે જણાવો,
  6. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો.
  7. ગ્રાહક શોષણ વિષે માહિતી આપો.

વિભાગ E

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના ગુણ)

  1. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો.
  2. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવા પાત્ર રાહતો જણાવો. 
  3. ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ સમજાવો. 
  4. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો.
  5. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. 







વાંચન વિશેષ 

ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતાં ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની કામગીરી

1. ગ્રાહક જાગૃતિ અને શિક્ષણ

ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવા માટે સેમિનાર, કાર્યશાળા અને તાલીમ શિબિરોનું આયોજન કરે છે.  ગ્રાહકોના હિતોને લગતી બાબતો માટે સામાયિકો, પુસ્તિકાઓ કે ન્યૂઝલેટર પ્રકાશિત કરે છે.

2. તુલનાત્મક કસોટીઓનું આયોજન

બજારમાં મળતી વિવિધ બ્રાન્ડની વસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે માન્ય પ્રયોગશાળાઓમાં તેની તુલનાત્મક કસોટીઓ કરાવે છે.

આ કસોટીઓના પરિણામો જાહેર કરીને ગ્રાહકને કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મદદ કરે છે.

3. કાયદાકીય સહાય અને માર્ગદર્શન

જો કોઈ ગ્રાહક છેતરાયો હોય, તો તેને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડે છે. ગ્રાહકોને વકીલની સેવા મેળવવામાં કે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

4. ગ્રાહકો વતી અદાલતમાં ફરિયાદ

જ્યારે ગ્રાહક પોતે ફરિયાદ કરવા માટે અશક્તિમાન હોય અથવા ગ્રાહકોનું મોટું હિત જોખમાતું હોય, ત્યારે આ સંસ્થાઓ પોતે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરે છે.

તેઓ ગ્રાહક અદાલતોમાં કેસ લડે છે અને પીડિતોને ન્યાય અપાવે છે.

5. અનૈતિક વેપારી પ્રથાઓનો વિરોધ

ભેળસેળ, કાળાબજાર, ઓછું વજન કે વધુ કિંમત જેવી અનૈતિક પ્રથાઓ સામે અવાજ ઉઠાવે છે. ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચવા માટે સતર્ક કરે છે.

6. નીતિ-નિર્ધારણમાં સહયોગ

સરકાર જ્યારે ગ્રાહક સુરક્ષા અંગેના નવા કાયદા કે નીતિઓ બનાવે છે, ત્યારે આ સંસ્થાઓ પોતાના સૂચનો આપે છે.


Previous Post Next Post