F.Y. PTC વાંચન વિશેષ

D.El.Ed (PTC) Course-7 Q&A

D.El.Ed (PTC)

Diploma in Elementary Education

Course - 7 Created by: Ramde Dangar

પ્રશ્ન-1 (A) નીચેના પ્રશ્નોનાં એક બે વાક્યમાં જવાબ આપો.

1

તંત્ર અભિગમ એટલે શું?

ચોક્કસ ધ્યેયો પ્રાપ્ત કરવા માટે પરસ્પર આંતરક્રિયા કરતા અને એકબીજા પર આધારિત ઘટકોના સમૂહને વૈજ્ઞાનિક રીતે સંચાલિત કરવાની પદ્ધતિ એટલે તંત્ર અભિગમ.

2

શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શું?

શિક્ષણની પ્રક્રિયાને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવા માટે મનોવિજ્ઞાન અને વિજ્ઞાનના સિદ્ધાંતો તથા તકનીકી સાધનોનો ઉપયોગ એટલે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી.

3

અભિક્રમિત અધ્યયનના કેટલા સિદ્ધાંત છે?

અભિક્રમિત અધ્યયનના મુખ્ય પાંચ સિદ્ધાંતો છે (નાના પદોનો સિદ્ધાંત, સક્રિય પ્રતિચાર, ત્વરિત પ્રતિપોષણ, સ્વ-ગતિ અને વિદ્યાર્થી પરીક્ષણ).

4

શાબ્દિક પ્રત્યાયન એટલે શું?

જે પ્રત્યાયનમાં સંદેશાની આપ-લે કરવા માટે લેખિત કે મૌખિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે.

5

પ્રત્યાયન એટલે શું?

બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વિચારો, માહિતી, લાગણીઓ કે મંતવ્યોની થતી તાર્કિક આપ-લે એટલે પ્રત્યાયન.

6

પ્રત્યાયનમાં ભાષા ક્યારે અવરોધ બને છે?

જ્યારે સંદેશો મોકલનાર અને મેળવનારની ભાષા અલગ હોય, શબ્દોના અર્થ અસ્પષ્ટ હોય અથવા વ્યાકરણની ભૂલો હોય ત્યારે ભાષા અવરોધ બને છે.

7

પ્રત્યાયન ક્યારે નિષ્ફળ જાય છે?

જ્યારે સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશાનો અર્થ તે જ રીતે ન સમજી શકે જે રીતે મોકલનાર સમજાવવા માંગતો હોય, ત્યારે પ્રત્યાયન નિષ્ફળ જાય છે.

8

સમૂહ પ્રત્યાયન ઉદાહરણો આપો.

રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો, સોશિયલ મીડિયા અને ફિલ્મો એ સમૂહ પ્રત્યાયનના ઉદાહરણો છે.

9

અધોગામી પ્રત્યાયન એટલે શું?

જ્યારે માહિતી કે સૂચનાઓ ઉચ્ચ વહીવટી સ્તરેથી નીચેના સ્તરના કર્મચારીઓ કે વિદ્યાર્થીઓ તરફ વહેતી હોય તેને અધોગામી પ્રત્યાયન કહે છે.

10

માહિતી એટલે શું?

કાચા ડેટા (વિગતો) પર પ્રક્રિયા કર્યા પછી જે અર્થપૂર્ણ અને ઉપયોગી તારણ મળે તેને માહિતી કહે છે.

11

માહિતી ટેકનોલોજીની લાક્ષણિકતાઓ જણાવો.

(૧) માહિતીનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ ઝડપી બને છે. (૨) ભૌગોલિક અંતર હોવા છતાં માહિતીનું વિનિમય ત્વરિત થાય છે.

12

શિક્ષણમાં માહિતીના ઉપયોગો જણાવો.

(૧) અધ્યાપન કાર્યને જીવંત અને રસપ્રદ બનાવવા. (૨) શૈક્ષણિક સંશોધન અને વહીવટી કામગીરીને સરળ બનાવવા.

13

દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે શું?

જે માધ્યમોને જોઈ અને સાંભળી શકાય તેને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો કહેવાય છે; દા.ત.: ટેલિવિઝન, કમ્પ્યુટર.

14

VIRTUAL REALITY એટલે શું?

કમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા સર્જાયેલું એવું ત્રિ-પરિમાણીય (3D) આભાસી વાતાવરણ જે આપણને વાસ્તવિક હોવાનો અનુભવ કરાવે તેને વર્ચ્યુઅલ રિયાલિટી કહે છે.

15

YouTube નો શૈક્ષણિક ઉપયોગ જણાવો.

YouTube દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ વિષયના જટિલ મુદ્દાઓને નિષ્ણાતોના વિડિયો લેક્ચર્સ દ્વારા ગમે ત્યારે નિઃશુલ્ક શીખી શકે છે.

16

Blog (બ્લોગ)ના ઉપયોગ જણાવો.

બ્લોગનો ઉપયોગ પોતાના વિચારો, લેખો કે શૈક્ષણિક સાહિત્યને ઓનલાઇન પ્રકાશિત કરવા અને લોકો સાથે ચર્ચા કરવા માટે થાય છે.

17

AI (Artificial Intelligence) એટલે શું?

યંત્રો કે કમ્પ્યુટર પ્રોગ્રામમાં માનવી જેવી બુદ્ધિ અને નિર્ણય લેવાની શક્તિ વિકસાવવાની ટેકનોલોજી એટલે AI.

18

ઈ-કન્ટેન્ટની વ્યાખ્યા આપો.

ડિજિટલ સ્વરૂપમાં રહેલી શૈક્ષણિક સામગ્રી (જેમ કે ટેક્સ્ટ, વિડિયો, ઓડિયો) જે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા મેળવી શકાય તેને ઈ-કન્ટેન્ટ કહે છે.

19

સોશિયલ મીડિયાની વ્યાખ્યા આપો.

ઇન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ્સ જે વપરાશકર્તાઓને સામગ્રી બનાવવા અને સામાજિક નેટવર્કિંગ દ્વારા જોડાવાની સુવિધા આપે છે.

20

મુક્ત શૈક્ષણિક સ્રોતનું નામ આપો.

OER (Open Educational Resources) અથવા Khan Academy.

21

Web 2.0 ની અગત્યતા જણાવો.

Web 2.0 વપરાશકર્તાને માહિતી બનાવવા, સુધારવાની અને પરસ્પર સહયોગથી કામ કરવાની (Interactive) તક આપે છે.

22

વર્ચ્યુઅલ રીઆલીટી શું છે?

તે એક આભાસી દુનિયા છે જેમાં યુઝર ટેકનોલોજીની મદદથી વાસ્તવિક જેવો અનુભવ મેળવી શકે છે.

23

Resource Bank માટેની વેબસાઇટ કઈ છે?

ગુજરાત સરકારના સંદર્ભમાં GCERT અથવા DIKSHA પોર્ટલ પરથી રિસોર્સ બેંકનો ઉપયોગ કરી શકાય છે.

24

માહિતીનું કાચું સ્વરૂપ એટલે શું?

માહિતીનું કાચું સ્વરૂપ એટલે 'ડેટા' (Data), જેના પર હજુ કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી.

25

ઓગમેન્ટેડ રિયાલિટી (AR) એટલે શું?

વાસ્તવિક દુનિયાના દ્રશ્યો પર ડિજિટલ માહિતી કે ચિત્રોને ઉમેરીને જે નવો અનુભવ સર્જવામાં આવે તેને ઓગમેન્ટેડ રિયાલિટી કહે છે.

© 2026 Educational Resource | Prepare for Excellence @ Created by Ramde Dangar

પ્રશ્ન- 1 (B) નીચેના પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ આપો.

પૂરા નામ આપો. (ફૂલ ફોર્મ આપો)

ICT
Email
GIET
OER
IGNOU
GROWER
NLP
DIKSHA
BAOU
VR
NROER
AR
BISAG
OHP
CAL
CAI
CPU
ETB
D.El.Ed (PTC) Course-7 Study Material

D.El.Ed (PTC) Study Material

Course - 7: શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અને ICT

તૈયાર કરનાર: રામદે ડાંગર (Ramde Dangar)

પ્રશ્ન-2: નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

1. શિક્ષણમાં તંત્ર અભિગમ એટલે શું? તંત્ર અભિગમ એટલે શિક્ષણની પ્રક્રિયાને એક સંપૂર્ણ એકમ (System) તરીકે જોઈ, તેમાં ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ દ્વારા શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.
2. અભિક્રમિત અધ્યયનના કેટલા સિધ્ધાંત છે? અભિક્રમિત અધ્યયનના મુખ્ય પાંચ સિધ્ધાંતો છે: (1) નાના પદોનો સિદ્ધાંત, (2) સક્રિય પ્રતિચાર, (3) ત્વરિત પ્રતિપોષણ, (4) સ્વ-ગતિ અને (5) વિદ્યાર્થી પરીક્ષણ.
3. શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ લખો. (1) તે શિક્ષણને વૈજ્ઞાનિક આધાર આપે છે, (2) તે પ્રક્રિયા અને પરિણામ બંને પર ભાર મૂકે છે, (3) તે શીખવાની પ્રક્રિયાને સરળ બનાવે છે અને (4) તે વ્યવહારુ ઉપયોગિતા ધરાવે છે.
4. દૃશ્ય-શ્રાવ્ય સાધનો કોને કહેવામાં આવે છે? ઉદાહરણો આપી સમજાવો. જે સાધનો દ્વારા જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય તેને દૃશ્ય-શ્રાવ્ય સાધનો કહે છે. ઉદાહરણ: ટેલિવિઝન, કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ.
5. માહિતીની કક્ષાઓનાં નામ આપો. માહિતીની મુખ્ય કક્ષાઓમાં ડેટા (Data), માહિતી (Information), જ્ઞાન (Knowledge) અને ડહાપણ (Wisdom) નો સમાવેશ થાય છે.
6. માહિતી ટેક્નોલૉજીનો અર્થ અને સંકલ્પના સમજાવો. માહિતી ટેક્નોલોજી એટલે કમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશનના ઉપયોગ દ્વારા માહિતીને મેળવવાની, સંગ્રહ કરવાની, પ્રક્રિયા કરવાની અને મોકલવાની ટેકનિક.
7. ‘માહિતી ટૅકનોલૉજીના કારણે શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે’ – વિધાન સમજાવો. કારણ કે ડિજિટલ માધ્યમો દ્વારા પુસ્તકો છાપવાનો ખર્ચ ઘટે છે, અંતરિયાળ વિસ્તારોમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના શિક્ષણ પહોંચાડી શકાય છે અને એક જ સ્ત્રોત અનેક વિદ્યાર્થીઓ વાપરી શકે છે.
8. શિક્ષણના ક્ષેત્રમાં માહિતી કેવી રીતે ઉપયોગી બની શકે? ટૂંકમાં લખો. માહિતી દ્વારા શિક્ષક પોતાનું જ્ઞાન અદ્યતન રાખી શકે છે, વિદ્યાર્થીઓ સંશોધન કરી શકે છે અને વહીવટી કાર્યો ઝડપી બનાવી શકાય છે.
9. જૂથ પ્રત્યાયન અને સમૂહ પ્રત્યાયન એટલે શું? જૂથ પ્રત્યાયન એ મર્યાદિત સંખ્યાના લોકો (વર્ગખંડ) વચ્ચે થતું પ્રત્યાયન છે, જ્યારે સમૂહ પ્રત્યાયન (Mass Communication) વિશાળ અને અજ્ઞાત જનસમુદાય સાથે ટેકનોલોજી દ્વારા થતું પ્રત્યાયન છે.
10. અધોગામી પ્રત્યાયન અને ઉર્ધ્વગામી પ્રત્યાયનની સમજ આપો. અધોગામી પ્રત્યાયન ઉચ્ચ અધિકારીથી કર્મચારી તરફ (ઉપરથી નીચે) વહે છે, જ્યારે ઉર્ધ્વગામી પ્રત્યાયન કર્મચારીથી અધિકારી તરફ (નીચેથી ઉપર) વહે છે.
11. લેખિત પ્રત્યાયન અને મૌખિક પ્રત્યાયન એટલે શું? શબ્દો કે લિપિ દ્વારા લખીને કરવામાં આવતા વ્યવહારને લેખિત પ્રત્યાયન અને બોલીને કરવામાં આવતા વ્યવહારને મૌખિક પ્રત્યાયન કહે છે.
12. પ્રત્યાયન પ્રક્રિયામાં સંદેશનો અર્થ સમજાવો. સંદેશ એટલે પ્રેષક દ્વારા મોકલવામાં આવેલ તે માહિતી, વિચાર, લાગણી કે સૂચના જે ગ્રાહક સુધી પહોંચાડવાની હોય છે.
13. અધોગામી અને ઉર્ધ્વગામી પ્રત્યાયન: વહીવટી માળખામાં માહિતીનો પ્રવાહ જે દિશામાં (ઉપરથી નીચે કે નીચેથી ઉપર) વહે તેને આધારે આ પ્રકારો પડે છે.
14. શાબ્દિક પ્રત્યાયન એટલે શું? ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા (મૌખિક કે લેખિત) કરવામાં આવતા પ્રત્યાયનને શાબ્દિક પ્રત્યાયન કહે છે.
15. ICT IN EDUCATION ના ફાયદા જણાવો. શિક્ષણમાં ગુણવત્તા વધે છે, વિદ્યાર્થી પોતાની ગતિએ શીખી શકે છે અને અઘરા વિષયો એનિમેશનથી સરળ બને છે.
16. ઈ-કન્ટેન્ટના કોઇપણ ચાર સ્વરૂપ જણાવો. (1) ટેક્સ્ટ, (2) ઓડિયો, (3) વિડિયો અને (4) એનિમેશન.
17. ઇ-કન્ટેન્ટના લક્ષણો જણાવો. તે ગમે ત્યારે/ગમે ત્યાં મેળવી શકાય છે, Interactive હોય છે અને સરળતાથી અપડેટ કરી શકાય છે.
18. YouTube નો કોઈપણ એક શૈક્ષણિક ઉપયોગ જણાવો. અઘરા વૈજ્ઞાનિક પ્રયોગો કે ઐતિહાસિક ઘટનાઓના વીડિયો દ્વારા વિભાવનાઓ સ્પષ્ટ કરવા માટે.
19. ટેલિવિઝનનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો? 'BISAG' જેવી શૈક્ષણિક ચેનલો પરથી પ્રસારિત થતા લાઈવ લેક્ચર્સ વિદ્યાર્થીઓને બતાવી શકાય.
20. ટેલિકોન્ફરન્સ એટલે શું? જુદા જુદા સ્થળોએ બેઠેલા લોકો જ્યારે ઓડિયો કે વિડિયો માધ્યમથી સામસામે ચર્ચા કરે તેને ટેલિકોન્ફરન્સ કહે છે.
21. ટેલિ-કોલોબોરેશન એટલે શું? જુદા જુદા ભૌગોલિક સ્થળે રહેલી વ્યક્તિઓ ઇન્ટરનેટ દ્વારા સાથે મળીને કોઈ શૈક્ષણિક કાર્ય પર કામ કરે તેને ટેલિ-કોલોબોરેશન કહેવાય.
22. એનિમેશન સ્વરૂપે ઇ-કન્ટેન્ટ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? નરી આંખે ન જોઈ શકાતી પ્રક્રિયાઓ (જેમ કે અણુની રચના) ને જીવંત બનાવી સરળતાથી સમજાવી શકાય છે.
23. VIRTUAL REALITY (VR) એટલે શું? કમ્પ્યુટર દ્વારા સર્જિત એવી આભાસી દુનિયા જેમાં વ્યક્તિને વાસ્તવિક અનુભવ જેવો અહેસાસ થાય છે.
24. Wikipedia શું છે? તે શિક્ષકને કઈ રીતે ઉપયોગી છે? વિકિપીડિયા એક મફત ઓનલાઈન જ્ઞાનકોશ છે; શિક્ષક તેના દ્વારા વિષયની પાયાની માહિતી અને સંદર્ભો મેળવી શકે છે.
25. વર્ચ્યુઅલ રિયાલિટી એટલે શું? આ એક ત્રિ-પરિમાણીય (3D) આભાસી વાતાવરણ છે જે વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે.
26. મુક્ત શૈક્ષણિક સ્ત્રોત (OER) ની સંકલ્પના સમજાવો. OER એટલે ઇન્ટરનેટ પર મફતમાં ઉપલબ્ધ સાધનો જેનો ઉપયોગ, ફેરફાર અને વહેંચણી કાયદેસર રીતે કોઈપણ કરી શકે.
27. મુક્ત શૈક્ષણિક સ્રોતના નામ આપો. Khan Academy, Coursera, NPTEL, અને Wikimedia Commons.
28. ઓનલાઈન કોમ્યુનીટી એટલે શું? સમાન રસ ધરાવતા લોકોનું ડિજિટલ જૂથ જે સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય છે.
29. BLOG એટલે શું? ઇન્ટરનેટ પરની એક વ્યક્તિગત ડાયરી કે વેબસાઈટ જ્યાં વ્યક્તિ પોતાના વિચારો કે માહિતી નિયમિત રીતે મૂકી શકે છે.
30. WhatsApp નો ઉપયોગ કઈ રીતે કરશો? ગ્રુપ બનાવીને હોમવર્ક આપવા, શૈક્ષણિક વિડિયો શેર કરવા કે શંકાઓનું નિવારણ કરવા માટે.
31. RSSનું પૂરું નામ અને ઉપયોગ જણાવો. RSS: Really Simple Syndication. મનપસંદ વેબસાઈટ્સના નવા અપડેટ્સ એક જ જગ્યાએ આપોઆપ મેળવવા માટે.
32. શૈક્ષણિક ઈ-કન્ટેન્ટ ધરાવતી મુખ્ય વેબસાઇટ્સ લખો. DIKSHA, e-PG Pathshala, SWAYAM, અને NCERT ની વેબસાઈટ.
Previous Post Next Post