Google Classroom બનાવવાના સોપાનો
શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સરળ માર્ગદર્શિકા
Google Classroom એ શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ સામગ્રી, Assignment, Quiz, પ્રશ્નો અને સૂચનાઓ સરળતાથી શેર કરવામાં મદદ કરતું ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ છે.
📝 Classroom બનાવવાના મુખ્ય સોપાનો
સૌપ્રથમ તમારા Google Account (Gmail) વડે Google Classroomમાં Sign in કરો.
Google Classroom ખોલ્યા બાદ ઉપર જમણી બાજુએ આવેલ “+” (Plus) ચિહ્ન પર ક્લિક કરો.
Plus ચિહ્ન પર ક્લિક કર્યા બાદ “Create class” વિકલ્પ પસંદ કરો.
હવે Classroom સંબંધિત જરૂરી વિગતો દાખલ કરો:
વર્ગનું નામ
વિભાગ
વિષય
વર્ગખંડ/રૂમ નંબર
વર્ગની જરૂરી વિગતો ભર્યા બાદ “Create” બટન પર ક્લિક કરો. તમારું Google Classroom તૈયાર થઈ જશે.
People વિભાગમાં જઈને વિદ્યાર્થીઓને Class Code અથવા આમંત્રણ દ્વારા Classroomમાં જોડાવા માટે માહિતી આપી શકો છો.
Classwork વિભાગમાંથી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનું અભ્યાસકાર્ય આપી શકાય છે:
Stream વિભાગમાં વર્ગને લગતી જાહેરાતો, સૂચનાઓ અને મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકાય છે.
વિદ્યાર્થીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલ કાર્ય Classwork વિભાગમાંથી જોઈને ચકાસી શકાય છે અને જરૂરી હોય તો ગુણ પણ આપી શકાય છે.