STD 11 BA (CHEP 2) WITH ANSWER


ધોરણ 11 કોમર્સ (GSEB)

પ્રકરણ–2 : ધંધાકીય સેવાઓ–1

1  અને 2 ગુણના પ્રશ્નો (જવાબ સાથે)

1. વીમામાં પ્રીમિયમ કોણ ચૂકવે છે?
જવાબ: વીમાધારક.

2. જીવન વીમાના મુખ્ય કેટલા પ્રકાર છે?
જવાબ: બે (જીંદગીનો વીમો અને હયાતીનો વીમો).

3. સામાન્ય વીમાનો સૌથી જૂનો પ્રકાર કયો છે?
જવાબ: દરિયાઈ વીમો.

4. વીમા નિયામક સંસ્થાનું ટૂંકું નામ શું છે?
જવાબ: IRDA.

5. ભારતમાં જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું?
જવાબ: 1956.

6. સામાન્ય ટપાલમાં સામાન્ય રીતે શું મોકલવામાં આવે છે?
જવાબ: પત્ર.

7. નોંધપોથી સાથે પહોંચની સ્વીકૃતિ મેળવવા કઈ ટપાલ સેવા ઉપયોગી છે?
જવાબ: નોંધપોથી ટપાલ (રજિસ્ટર્ડ પોસ્ટ).

8. V.P.P. નું પૂરું નામ શું છે?
જવાબ: Value Payable Post.

9. સૌથી ઝડપી ટપાલ સેવા કઈ છે?
જવાબ: સ્પીડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ-પાર્સલ.

10. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના કયા નામે ઓળખાય છે?
જવાબ: MIS (Monthly Income Scheme).

11. I.M.O. નું પૂરું નામ શું છે?
જવાબ: Instant Money Order.

12. E.M.O. નું પૂરું નામ શું છે?
જવાબ: Electronic Money Order.

13. જકાત ભરેલા માલના સંગ્રહ માટે કયો વખાર ઉપયોગી છે?

જવાબ: જકાત ભરેલા માલનો વખાર.

14. જકાત ભર્યા વિના આયાતી માલ રાખવા માટે કયો વખાર વપરાય છે?
જવાબ: જકાત ભર્યા વિના માલનો વખાર (Bonded Godown).

15. નાશવંત વસ્તુઓના સંગ્રહ માટે કયો વખાર ઉપયોગી છે?
જવાબ: વિશિષ્ટ વખાર (કોલ્ડ સ્ટોરેજ).

16. C.N.G. નું પૂરું નામ શું છે?
જવાબ: Compressed Natural Gas.

17. B.R.T.S. નું પૂરું નામ શું છે?
જવાબ: Bus Rapid Transit System.

18. વાહનવ્યવહારની સૌથી જૂની પદ્ધતિ કઈ ગણાય છે?
જવાબ: જળમાર્ગ.

19. જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ભારતમાં કયા વર્ષે કરવામાં આવ્યું હતું?
જવાબ: ઈ.સ. 1956.

20. વીમો એટલે શું?

જવાબ: વીમો એ એવી વ્યવસ્થા છે જેમાં નિશ્ચિત પ્રીમિયમના બદલામાં ભવિષ્યમાં થનારી આર્થિક નુકસાન સામે સુરક્ષા આપવામાં આવે છે.

21. વીમાપાલિસી એટલે શું?

જવાબ: વીમા કંપની અને વીમાધારક વચ્ચે થયેલા કરારનું લેખિત દસ્તાવેજ વીમાપાલિસી કહેવાય છે.

22. જીવનવીમો એટલે શું?

જવાબ: વ્યક્તિના જીવન સાથે સંબંધિત જોખમ સામે આર્થિક સુરક્ષા આપતો વીમો જીવનવીમો કહેવાય છે.

23. સામાન્ય વીમાની વ્યાખ્યા આપો.

જવાબ: જીવન સિવાયની મિલકત, વાહન, આગ, ચોરી, માલ વગેરેના નુકસાન સામે રક્ષણ આપતો વીમો સામાન્ય વીમો કહેવાય છે.

24. વાહનવ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો.

જવાબ: હવાઈ માર્ગ વાહનવ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25. વીમાનો અર્થ આપો.

જવાબ:
વીમો એટલે એવો કરાર કે જેમાં વીમાધારક પ્રીમિયમ ચૂકવે છે અને બદલામાં વીમા કંપની ભવિષ્યમાં થનારા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપે છે.


26. વીમાના કોઈ બે સિદ્ધાંતોનાં નામ લખો.

જવાબ:

  1. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત (Principle of Utmost Good Faith)
  2. નુકસાન-વળતરનો સિદ્ધાંત (Principle of Indemnity)

27. જીવન વીમાના બે પ્રકાર લખો.

જવાબ:

  1. જિંદગીનો વીમો (Whole Life Insurance)
  2. હયાતીનો વીમો (Endowment Insurance)

28. ટપાલ ખાતાની કોઈ ચાર સેવાઓના નામ લખો.

જવાબ:

  • નોંધપોથી ટપાલ (Registered Post)
  • સ્પીડ પોસ્ટ
  • પાર્સલ સેવા
  • મનીઓર્ડર

29. I.M.O. અને E.M.O. નું પૂર્ણ નામ લખો.

જવાબ:

  • I.M.O. – Instant Money Order
  • E.M.O. – Electronic Money Order

30. વેપારના કોઈ ચાર પ્રકાર લખો.

જવાબ:

  • ખાનગી વેપાર
  • જાહેર વેપાર
  • જકાત ભરેલા માલનો વેપાર
  • સામાન્ય વેપાર

31. સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર વચ્ચેનો એક તફાવત લખો.

જવાબ:

  • સામાન્ય વખાર: તમામ પ્રકારના સામાન્ય માલના સંગ્રહ માટે.
  • વિશિષ્ટ વખાર: ચોક્કસ પ્રકારના માલ (જેમ કે ફળ, દૂધ, દવાઓ વગેરે) માટે.

32. વાહનવ્યવહારના કોઈ ચાર પ્રકાર લખો.

જવાબ:

  1. માનવબળ દ્વારા સંચાલિત
  2. પશુબળ દ્વારા સંચાલિત
  3. હવાઈ માર્ગ
  4. જમીન માર્ગ

33. IRDA ના કોઈ બે કાર્યો લખો.

જવાબ:

  1. વીમા કંપનીઓનું નિયમન કરવું.
  2. વીમાધારકોના હિતોનું રક્ષણ કરવું.

34. મનીઓર્ડરના કોઈ બે લાભ લખો.

જવાબ:

  1. એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે નાણાં મોકલી શકાય છે.
  2. જ્યાં બેંકિંગ સુવિધા ઓછી હોય ત્યાં પણ નાણાં પહોંચાડી શકાય છે.

35. નુકસાન-વળતરનો સિદ્ધાંત સમજાવો.

જવાબ:
આ સિદ્ધાંત મુજબ વીમાધારકને થયેલા વાસ્તવિક આર્થિક નુકસાન જેટલી જ રકમ વળતર તરીકે આપવામાં આવે છે. વીમાનો હેતુ નફો કરાવવાનો નહીં પરંતુ નુકસાનની ભરપાઈ કરવાનો છે.


36. જકાત ભરેલા વખાર અને બોન્ડેડ ગોડાઉન વચ્ચેનો તફાવત લખો.

જવાબ:

  1. જકાત ભરેલો વખાર: તેમાં જકાત ચૂકવેલો માલ રાખવામાં આવે છે.
  2. બોન્ડેડ ગોડાઉન: તેમાં જકાત ચૂકવ્યા વગર આયાતી માલ કસ્ટમ વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

37. મનીઓર્ડરના કોઈ બે લાભ લખો.

જવાબ:

  1. એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે નાણાં મોકલી શકાય છે.
  2. જ્યાં બેંકિંગ સુવિધા ઓછી હોય ત્યાં પણ નાણાં પહોંચાડી શકાય છે.
#################################################################################

3  અને 5 ગુણના પ્રશ્નો :- 


1.    વાહનવ્યવહારના પ્રકારો સમજાવો.
2.    વખારના પ્રકારો સમજાવો.
3.    ટપાલ ખાતાની સેવાઓ સમજાવો.
4.    વીમાના કોઈ ચાર સિદ્ધાંતો સમજાવો.
5.    વીમાના પ્રકારો સમજાવો.

Previous Post Next Post