નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ
ધોરણ 12 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
વાંચન વિશેષ
આપ સૌ વિદ્યાર્થી મિત્રો જયારે પ્રશ્નો નુ વાંચન કરતા હોવ અને કોઈ પ્રશ્નો ના જવાબ ન મળતા હોય તો નીચે આપેલ મટીરીયલ માંથી આપણે જવાબ મળી રહેશે.
સંચાલનથી સમાજને ક્યા લાભ મળે છે ?
સંચાલનથી સમાજને નીચે મુજબના લાભ મળે છે.
➡️ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.
➡️ અલગ-અલગ વસ્તુ અને સેવાનું સર્જન કરી રોજગારીની તકોમાં વધારો કરે છે.
➡️ સમાજને વસ્તુ સસ્તી મળે છે. ધંધાકીય એકમો ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચે છે.
❓ કિંમત અંગેના નિર્ણયોમાં શાનો સમાવેશ થાય છે ?
કિંમત અંગેના નિર્ણયોમાં
◼️શાખનીતિ,
◼️વટાવનીતિ,
◼️વેચાણનીતિ,
◼️જથ્થાબંધ કે છૂટક વેચાણ,
◼️મધ્યસ્થીઓનું કમિશન
વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
❓ સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે.
આ સપાટીમાં
◼️સંચાલક મંડળ,
◼️મેનેજિંગ ડિરેક્ટર
◼️જનરલ મેનેજર,
◼️CEO
વગેરેનો સમાવેશ થાય છે.
❓ આયોજનનાં ઘટકો જણાવો.
(1) હેતુઓ,
(2) વ્યૂહરચના,
(3) નીતિ,
(4) પદ્ધતિ/વિધિ,
(5) નિયમો,
(8) કાર્યક્રમ,
(7) અંદાજપત્ર
❓ ગૌણ યોજના એટલે શું ?
મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહે છે.
દા.ત., કાર બનાવતી કંપની ટાય ર બનાવવાં કે બહારથી ખરીદવાં તે અંગેનો જે નિર્ણય કરે, તેને ગૌણ યોજના કહેવાય.
❓ નીતિ એટલે શું
આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યુહરચના કે રણનીતિ નક્કી કરે તેને નીતિ કહે છે.
દા.ત., વેચાણમાં વધારો કરવા શાખ કે ઉધાર નીતિ અને વટાવ કે ડિસ્કાઉટ નીતિ જેવી નીતિઓ અપનાવવામાં આવે છે.
❓ વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને ?
◼️જ્યાં ધધાકીય એકમનું કદ મોટું હોય,
◼️વ્યવસ્થાતંત્રમાં ઝડપી નિર્ણયો લઇ શકાતા ન હોય,
◼️ઉચ્ચ સપાટીએ કાર્યભાર ઓછો હોય તેમજ
◼️વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય ત્યાં શક્ય બને છે.
❓ ઉત્તરદાયિત્વ એટલે શું?
મદદનીશોને સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહિ તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. આ મદદનીશોને સોંપેલ કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓએ સંચાલકોને આપવા પડે છે. જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે.
દા.ત. હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહિ તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે
તેના માટે જવાબદાર હિસાબો લખનાર એકાઉન્ટન્ટ હોતો નથી.
❓ વિકાસ એટલે શું
ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ
ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. આથી તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ-વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા માટે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તેને વિકાસ કહેવાય છે.
❓ તાલીમ એટલે શું ?
તળ સપાટીના કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.
❓ પ્રતિક્ષા યાદી એટલે
ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી તેમાંથી જેટલી જરૂર હોય તેટલા ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતિક્ષાયાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે.
❓ વિવિધ કસોટીઓ દ્વારા શું જાણી શકાય ?
◼️બૌદ્ધિક કસોટી દ્વારા :-
બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ
◼️અભિરુચિ ક્સોટી દ્વારા :
જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય
◼️ધંધાકીય કસોટી દ્વારા :-
ઉમેદવારે જે કાર્ય કરવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહિં તે જાણી શકાય છે.
◼️મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા :
ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ જાણી શકાય છે ?
❓ તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.
"તાલીમ એટલે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન
કારખાનામાં કર્મચારીઓને તાલીમ આપવા માટે અલગ વિભાગો રાખવા પડે છે. તાલીમ અધિકારીની નિમણૂંક કરવી પડે છે. યત્રો, કાચોમાલ વગેરે સાધનોની ખરીદી કરવી પડે છે. કર્મચારીઓને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ (પગાર)આપવું પડે છે.
આ દરમિયાન કાચા માલનો ઘણો બગાડ થાય છે. આ રીતે જોતાં તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે.
પરંતુ, તાલીમને કારણે થતા લાભ કે ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે.
જેમકે તાલીમ આપવાથી કર્મચારીની કામ કરવાની ક્ષમતા વધે છે, બગાડ અને સમારકામ ખર્ચમાં ઘટાડો થાય છે,
કર્મચારીઓના કામ કરવાનો જુસ્સો વધે છે.
કર્મચારી એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
આમ, તાલીમ ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવામાં આવે છે. એટલે તાલીમ આપવી જરૂરી છે. ભલે તે ખર્ચાળ હોય.
❓ કર્મચારીઓની પસંદગી માટે કંઈ ચાર કસોટીઓ લેવામાં આવે છે.
(1) બુદ્ધિ કસોટી
(2) અભિરુચિ કસોટી
(3) ધંધાકીય કસોટી
(4) મનોવૈજ્ઞાનિક કસોટી
❓ દોરવણીમાં ચાર તત્વોનો સમાવેશ થાય છે
(1) નિરીક્ષણ
(2) અભિપ્રેરણ
(3) નેતૃત્વ
(4) માહિતીસંચાર.
❓ નિરીક્ષણ એટલે ?
કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.
ટુંકમાં તાબેદારોને સોંપવામાં આવેલ કામનું તેમજ તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલ થાય છે કે નહી તેની ખાતરી મેળવવી કે ચકાસવું.
❓ નેતૃત્વ
અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને નેતૃત્વ કહે છે.
ટુંકમાં કોઈ પણ ધ્યેયની સિધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃતિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.
❓ અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓના મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સમજાવો.
અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને સતત પ્રેરણા આપવામાં આવે છે. તેના કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. તેમને કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે, અને કાર્ય અનુસાર વળતા, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી તેને અન્ય કોઈ એકમમાં જવાની ઈચ્છા થતી નથી.
એટલે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
❓ ઉત્પાદન ચક્ર એટલે
કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થવાનો સમયગાળો. ટુંકમાં કાચા માલ માંથી વપરાશ લાયક માલ બનવા સુધી જે સમય લાગે તેને ઉત્પાદન ચક્ર કહેવાય.
જો આ સમયગાળો વધુ તેમ કાર્યશીલ મુડીની વધુ જરૂર, જેમ સમયગાળો ઓછો તેમ કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે.
લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો વધુ
જયારે ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો ઓછો હોય છે.
❓ નાણાં બજારના સાધનો જણાવો.
(1) ટ્રેઝરી બિલ
(2) કોમર્શિયલ પેપર
(3) થાપણનું પ્રમાણપત્ર
(4) કોમર્શિયલ બિલ
(5) કોલ /નોટીસ મની
❓ કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત જણાવો.
કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય સમયનો તફાવત છે.
જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે.
જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે.
❓ ડિમટિરિયલાઈઝેશન કે ડિમેટ એટલે શું?
ડિમટિરિયલાઈઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઈલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર.
ટુંકમાં ભૂતકાળમાં શેર કાગળના દસ્તાવેજ સ્વરૂપમાં આપવામાં આવતા હતા તેને ડિજિટલ સ્વરૂપે કનવર્ટ કરવાની પ્રોસેસ ને ડિમેટ કહેવાય છે.
ડીમટિરિયલાઈઝેશનને ટૂંકમાં ડિમેટ (Demate) તરીકે ઓળખવામાં આવે છે.
❓ લેબલિંગના ઉપયોગો
પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો એટલે લેબલિંગ.
(1) લેબલ ગ્રાહકને પેદાશ ઓળખવામાં મદદ કરે છે.
(2) પેદાશની ગુણવત્તા અને પ્રકાર સહિતની સંપૂર્ણ માહિતી આપે છે. જેથી વપરાશ કરનારને પેદાશ અંગે બધી જ માહિતી મળી રહે
(3) પેદાશને ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે.
(4) પેદાશ માટે આકર્ષણનું વાતાવરણ ઊભું કરે છે.
(5) જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે મદદરૂપ બને છે.
(6) લેબલ સંસ્થાની નીતિવિષયક અને કાયદાકીય જરૂરિયાત સંતોષે છે.
❓માર્કેટિંગ મિશ્ર ના ઘટકો જણાવો અથવા માર્કેટિંગ મિશ્ર ના 4 P જણાવો
ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમુહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.
માર્કેટિંગ મિશ્રના ચાર ઘટકો છે. જેને 4P તરીકે ઓળખવામાં આવે છે.
(1) પેદાશ (Product)
(2) કિંમત (Price)
(3) વિતરણ (Place)
(4) અભિવૃદ્ધિ(Promotion)
❓ જાહેર હિતની અરજી અથવા PIL શું છે ?
કેટલીક બાબતો સમગ્ર સમાજને અસર કરતી હોય ત્યારે કોઈ વ્યકિત કે સમૂહને નુક્સાન થતું હોય તે વ્યક્તિ કે સમૂહ સામાન્ય કાગળ ઉપર સીધી અરજી જે તે રાજ્યની વડી અદાલત (હાઇકોર્ટ)ને અથવા સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ને કરી શકે છે. તેને જાહેરહિતની અરજી કહે છે.
કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ તરીકે દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરીને સુનાવણી કરે છે અને તે અરજી પર પોતાનો ચુકાદો આપે છે.
❓ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અથવા વાલી પણાનો સિદ્ધાંત
આ સિદ્ધાંત ગાંધીજીએ આપેલ.
તે મુજબ વાલીપણા સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ.
ગ્રાહકો માટે ગાંધીજી કહે છે કે "ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા (ધંધાર્થીઓ) પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો ભાગ જ છે.
✒️ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો
ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી
કાર્યો
1) મુખ્ય અને ગૌણ હેતુઓ
2) ટ્રસ્ટી
3) વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરવી.
4) અંદાજપત્રોને મંજુર કરવા.
5) વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી.
6) વ્યૂહાત્મક નિર્ણયો
7) જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો, કાનૂની જોગવાઈને ધ્યાનમા રાખવી અને ઉકેલ
8) યોજનાઓના ઘડતર, અમલીકરણ, દેખરેખ
9) નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃ રોકાણ
10) વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ
પ્રશ્ન :-
તળ સપાટીના કાર્યો
નિરીક્ષકોની સપાટી કે નિમ્ન સપાટી
( *અહીં સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે* )
1) કાર્યોનું નિરીક્ષણ
2) શિસ્ત અને જુસ્સો વધે.
3) રોજિંદા કાર્યોનું આયોજન
4) બદલી, બઢતી, તાલીમ
5) સૂચનાઓ, હુકમો, કાર્યક્રમો મેળવવા.
6) યંત્રોની ગોઠવણી, સમારકામ, જાણવણી
7) સાધન સામગ્રી, કાચો માલ પુરા પાડવા
8) કર્મચારીઓ ના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ
9) નિર્ણયો અને નીતિનો
10) તળ સપાટીની વિવિધ પ્રવૃતિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મોકલી આપવા.
સંચાલનની વ્યાખ્યા અને સ્વરૂપ (લાક્ષણિકતા)
પ્રશ્ન યાદ રાખવાનું સુત્ર :- (મુખ્ય મુદ્દાઓની યાદી)
સસહેજ માનવી
સર્વ વ્યાપી પ્રવૃત્તિ
સતત ચાલતી પ્રવૃત્તિ
હેતુલક્ષી પ્રવૃત્તિ
જૂથ પ્રવૃત્તિ
માનવીય પ્રવૃત્તિ
નિર્ણય પ્રક્રિયા
વિજ્ઞાન, કળા અને વ્યવસાય
*સંચાલનના કાર્યો* અથવા
POSDCoRBC
👉 P (Planning) આયોજન
👉 O (Organising) વ્યવસ્થાતંત્ર (પ્રબંધ)
👉 S (Staffing) કર્મચારી વ્યવસ્થા
👉 D (Directing) દોરવણી
👉 Cor (Co-ordination) સંકલન
👉 B (Budgeting) અંદાજપત્ર
👉 C ( Controlling) અંકુશ
સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત કે તુલના
*(મુખ્ય મુદ્દાઓની યાદી)*👇👇👇
✒️ *સં સ સસલા ધ ઉ ની*
✨ *મુખ્ય મુદ્દાઓ*✨
1️⃣ સંચાલન અને વહીવટ
2️⃣ સમાવેશ
3️⃣ સત્તા અને જવાબદારી
4️⃣ સંખ્યા
5️⃣ લાયકાત
6️⃣ ધ્યેય અને નીતિ ઘડતર
7️⃣ ઉત્તર દાયિત્વ
8️⃣ નિર્ણયો
❓ સત્તા સોંપણીના મૂળ તત્વો
▪️ જવાબદારીની સોંપણી
▪️ સત્તા ની સોંપણી
▪️ઉત્તર દાયિત્વનું સર્જન
❓ માનવ સંસાધન સંચાલન (HRM) વિશે નોંધ લખો.
▪️કર્મચારીઓ મેળવવા, તેમને જાળવવા અને કેળવવા
▪️ટુંકમાં કર્મચારીઓને લગતું આયોજન કરવું, અને તેમનો વિકાસ કરવો.
▪️ભરતી, પસંદગી, તાલીમ ઉપરાંત કર્મચારીના ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, સારી વેતન પ્રથા એટલે કે પગાર, કર્મચારીઓના કલ્યાણ તેમજ તેમના વિકાસ માટેની બાબતોનો સમાવેશ થાય છે.
▪️HRM થી સ્થિર કર્મચારી ઉભુ કરી શકાય છે.
▪️ કર્મચારીની ફેરબદલી ઘટે છે
▪️કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે.
❓ રૈખીક વ્યવસ્થાતંત્ર
▪️સૌથી પ્રાચીન પ્રકાર છે.
▪️લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહેવાય છે.
▪️ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે.
▪️અહી સત્તા અને જવાબદારીની વહેચણી સીધી રેખામાં થાય છે..
એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ
▪️અહી ઔધોગિક એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે
▪️દરેક વિભાગોમાં અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.
▪️અહી રચના કાર્ય મુજબ થતી નથી પણ વિભાગ મુજબ થાય છે.
▪️ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે.
▪️તેઓ નિર્ણયનો અમલ જનરલ મેનેજર જેવા અધિકારીઓ પાસે કરાવે છે. ▪️આ અધિકારીઓ સુપર વાઈઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ પાસે કાર્ય કરાવે છે.
▪️જ્યાં એકમ કદ માં નાનુ હોય અને કાર્ય ક્ષેત્ર મર્યાદિત હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે.
❓ સારા વેચાણકર્તા કે સેલ્સમેનના લક્ષણો જણાવો.
▪️ વેચાણકર્તા સંભવિત ગ્રાહકને શોધી કાઢે છે.
▪️સ્માર્ટ, ચાલાક,વાચાળ, બોલકો, તંદુરસ્ત હોવો જોઈએ.
▪️કુશળ, બુદ્ધિ વાળો, ચતુર, આવડત વાળો હોવો જોઈએ
▪️ગ્રાહકો સાથે વાત ચીત કરવાની કુશળતા, નવી વસ્તુઓ રજૂ કરવાની શૈલી આવડતી હોવી જોઈએ.
▪️ગ્રાહકને સમજાવવાની આવડત
▪️વસ્તુ અંગેની ટેકનિકલ માહિતી હોવી જોઈએ.
▪️પ્રમાણિક અને ચારિત્ર્ય વાળો હોવો જોઈએ.
▪️સેલ્સમેન ના કામ અંગે ગંભીર હોવો જોઈએ
▪️વિનમ્ર અને સારી વર્તુણક હોવી જોઈએ.
▪️ઉત્સાહી, શિસ્ત વાળો, અને મહત્વકાંક્ષી હોવો જોઈએ.
❓ વિકેન્દ્રીકરણનું મહત્વ
▪️વહીવટની જે સપાટીએ કામ કરવાનું હોય તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવે તેને વિકેન્દ્રીકરણ કહેવાય છે.
મહત્વના મુદ્દા :-
▪️ત્વરિત નિર્ણયો એટલે કે ઝડપી નિર્ણયો.
▪️ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો
▪️ અભીપ્રેરણમાં વધારો
▪️ સંચાલકીય પ્રતિભાનો વિકાસ
▪️ અસરકારક અંકુશ
▪️ સંવાદિતા એટલે કે સહકારનું સર્જન
❓ આયોજન અને અંકુશનો બનેનો ભેગો કોઈપણ પ્રશ્ન પૂછાય ત્યારે.
▪️આયોજન એટલે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની છે, તે કેવી રીતે કરવી તેની અગાઉથી વિચારણા કરવી તે અંગેની યોજના છે .
▪️અંકુશ એટલે આયોજન મુજબ ધંધાની પ્રવૃત્તિઓ યોગ્ય રીતે થાય છે કે નહિ તે જોવાની કામગીરી છે.
▪️આયોજન પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી અને અંકુશ એ થઈ રહેલી પ્રવૃત્તિઓ ચકાસવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે .
❓ ખાનગીકરણની હકારાત્મક અસરો :
(1) કાર્યક્ષમતામાં વધારો
(2) રાજકીય દખલગીરી થતી નથી.
(3) ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ મળે છે.
(4) વ્યવસ્થિત માર્કેટિંગ થાય છે.
(5) આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે
(6) જવાબદારીનાં ધોરણો અમલમાં લેવાય છે.
(7) હરીફાઈવાળું વાતાવરણ સર્જાય છે.
(8) નવી શોધખોળનો લાભ
(9) સર્જનાત્મકતા અને નવીનતાનો લાભ
(10) ઉત્પાદનનાં સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થાય છે.
❓ કિંમતને અસર કરતા પરિબળો
1. પેદાશની પડતર
2. પેદાશની માંગ
3. બજારમાં હરીફાઈ
પ્રશ્ન:-
ભરતી એટલે શું ? તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો.
ભરતી માટેનાં પ્રાપ્તિસ્થાનો :
(A) આંતરિક પ્રાપ્તિસ્થાનો :
(1) બઢતી આપીને
(2) બદલી કરીને
(3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને
(4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને
(5) બઢતી સાથે બદલી કરીને
(6) પ્રતિક્ષા યાદી.
(B) બાહ્ય પ્રાપ્તિસ્થાનો :
(1) જાહેરાત દ્વારા
(2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા
(૩) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા
(4) મંજૂર સંઘો દ્વારા
(5) ઠેકેદાર દ્વારા
(6) દ્વાર (Gate) પર ભરતી
(7) આધુનિક પધ્ધતિથી
###################################
પ્રશ્ન:- પસંદગીની પ્રક્રિયા સમજાવો.
પસંદગી એટલે આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂંક કરવી.
પસંદગીની પ્રક્રિયા :
(1) આવકાર અને પ્રાથમિક મુલાકાત
(2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી
(3) જરૂરી કસોટીઓ લેવી જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી
(4) રૂબરૂ મુલાકાત
(5) ભૂતકાળની કારકિર્દીની તપાસ
(6) પ્રાથમિક પસંદગી
(7) તબીબી તપાસ
(8) નિમણૂંક પત્ર
(9) એકમ પરિચય
##################################
પ્રશ્ન :-
કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો.
કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે.
લાક્ષણિકતાઓ :
(1) સંચાલનનું અગત્યનું કાર્ય
(2) કાયમી પ્રક્રિયા
(3) માનવ સંબંધો સાથે નિસ્બત
(4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને
(5) અન્ય કાર્યો સાથે સંબંધ
(6) વિસ્તૃત પ્રક્રિયા
(7) મૂડી ખર્ચ (રોકાણ)
##################################
પ્રશ્ન :-
તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત :
મુદ્દા :-
(1) અર્થ
(2) ઉદ્દેશ
(3) કેન્દ્રસ્થાને
(4) સમય અને ખર્ચ
(5) કોણ આપે ?
(6) કોને અપાય ?
##################################
Chep 6
પ્રશ્ન:-
દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો.
લાક્ષણિકતાઓ :
(1) હેતુલક્ષી પ્રવૃત્તિ
(2) સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય
(3) સતત ચાલતી પ્રક્રિયા
(4) પ્રવૃત્તિઓ પર દેખરેખ (5) વિશાળ કાર્યક્ષેત્ર
(6) માહિતીસંચાર
(7) પ્રોત્સાહન
(8) નિમ્નગામી પ્રવૃત્તિ
(9) સંચાલકીય કાર્ય.
##################################
પ્રશ્ન :- માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ :
(1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો
(2) સલામતીની જરૂરિયાતો
(3) સામાજિક જરૂરિયાતો
(4) સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો
(5) આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો.
##################################
પ્રશ્ન :- નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો :-
કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આને પ્રોત્સાહન કહે છે.
નાણાકીય પ્રોત્સાહનો :-
(1) નફામાં ભાગ
(2) સહભાગીદારી
(3) બઢતી
(4) બોનસ
(5) કમિશન
(6) ઈનામો
(7) સલાહ અને સૂચનો.
બિનનાણાકીય
પ્રોત્સાહનો
(1) નોકરીની સલામતી
(2) કામની કંદર અને સન્માન
(3) જવાબદારીની સોંપણી
(4) સલાહકાર
(5) કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ
(6) અન્ય પ્રોત્સાહનો.
################################
પ્રશ્ન :- માહિતીસંચારના અવરોધો :
મુદ્દા :-
(1) સ્પષ્ટ આયોજનનો અભાવ
(2) ભાષાંતરની ભૂલો
(3) અસ્પષ્ટ સંદેશાઓ
(4) અસ્પષ્ટ અનુમાનો
(5) યોગ્ય સમયનો અભાવ
(6) માહિતીનું અતિભારણ
(7) સંદેશા પ્રત્યે દુર્લક્ષ
(8) અયોગ્ય માધ્યમની પંસદગી
(9) અવિશ્વાસ અને ડર.
################################
પ્રશ્ન :- આયોજનની પ્રક્રિયા.
મુદ્દા :-
(1) હેતુ નિર્ધારણ.
(2) આયોજનના આધાર સ્પષ્ટ કરવા.
(3) માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું.
(4) વૈકલ્પિક યોજના તૈયાર કરવી.
(5) વિકલ્પોની વિચારણા કરવી.
(6) ચોક્ક્સ યોજના સ્વીકારવી
(7) ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી
(8) યોજનાનું મૂલ્યાંકન
જ્યારે કોઈ બેંક પાસે આ રકમ ઓછી પડે, ત્યારે તે બીજી બેંક પાસેથી ફક્ત એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને કોલ મની કહેવાય.
જ્યારે કોઈ બેંક પાસે આ રકમ ઓછી પડે, ત્યારે તે બીજી બેંક પાસેથી ફક્ત 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવાય.
[10/13/2024, 4:19 PM] Ramde Dangar: જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ હોય ત્યારે કર્મચારી દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવે છે.. અને જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે.
આવું થવાનું કારણ એ છે કે કર્મચારીને ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ સજા રૂપે ભોગવવા પડ્યા હોય જેને લીધે તેઓ અનુમાન કરી અને અનુભવને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવે છે.
[10/13/2024, 4:19 PM] Ramde Dangar: તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ.
[10/13/2024, 4:19 PM] Ramde Dangar: અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
[10/13/2024, 4:21 PM] Ramde Dangar:
કાર્ય વિશ્લેષણની પદ્ધતિ દર્શાવો.
સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણ
[10/13/2024, 4:21 PM] Ramde Dangar: કામદારોને તેમના કામના સમયને આધારે વેતન બાબતે ઉત્તેજન અથવા પ્રોત્સાહન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ
ટુંકમાં કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કામ કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાને રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.
[10/13/2024, 4:21 PM] Ramde Dangar: હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત
સ્વાભાવિક છે કે કોઈપણ કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ, કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. એટલે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. ટુંકમાં હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈપણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એટલે હુકમ કે સૂચનો ફકત એક જ અધિકારી તરફથી મળવા જોઈએ તેવું આ સિદ્ધાંતમાં દર્શાવ્યું છે.
[10/13/2024, 4:21 PM] Ramde Dangar: *કાર્યાત્મક સંશોધન વિશે સમજ*
આયોજન દરમિયાન વિવિધ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે. જેમાં એકમને અસર કરતાં પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતીક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધત્તિનો ઉપયોગ કરી ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે.
[10/13/2024, 4:21 PM] Ramde Dangar: વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે?
જ્યાં ધંધાકીય એકમનું કદ મોટું હોય.
વ્યવસ્થાતંત્રમાં ઝડપી નિર્ણયો લઈ શકાતા હોય.
ઉચ્ચ સપાટીએ કાર્યભાર ઓછો હોય તેમજ વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય ત્યાં વિકેન્દ્રીકરણ શક્ય બને છે.
[10/13/2024, 4:21 PM] Ramde Dangar: *ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકનો અર્થ આપો.*
ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહક એટલે “એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે અને જેના માટે અવેજ ચૂકવાયો કે વચન અપાયું હોય અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય અથવા મોડી ચુકવણીની યોજનાના ભાગરૂપે હોઈ શકે. ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે.
I.I.M. : Indian Institute of Management
B.B.A. : Bachelor of Business Administration
M.B.A. : Master of Business Administration
C.E.O. : Chief Executive Officer