પ્રકરણ 1: ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર
વિભાગ B
એક વાક્યમાં ઉત્તર આપો. (પ્રત્યેકના ૧ ગુણ)
1. આર્થિક પ્રવૃત્તિ એટલે શું?
2. બિન-આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું
હોય છે?
3. 'ધંધો' શબ્દ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવ્યો
છે?
4. ધંધાની વ્યાખ્યા આપો.
5. ધંધાનો પ્રાથમિક હેતુ કયો હોય છે?
6. વ્યવસાય એટલે શું?
7. રોજગારનો અર્થ આપો.
8. વ્યવસાયી વ્યક્તિને વળતર તરીકે શું મળે
છે?
9. રોજગારમાં વળતર તરીકે શું મળે છે?
10. ધંધાકીય જોખમોના મુખ્ય બે પ્રકારો કયા છે?
11. વેપાર એટલે શું?
12. વાણિજ્ય એટલે શું?
13. આંતરિક વેપાર કોને કહેવાય?
14. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું?
15. ઉદ્યોગનો અર્થ આપો.
16. પ્રાથમિક ઉદ્યોગનું એક ઉદાહરણ આપો.
17. ગૌણ ઉદ્યોગ એટલે શું?
18. આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય?
19. ધંધાનો સામાજિક હેતુ જણાવો.
20. નફો એ ધંધાની શું છે?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વિભાગ C
ટૂંકમાં ઉત્તર આપો (પ્રત્યેકના 2 ગુણ)
1. આર્થિક
પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.
2. ધંધાની કોઈપણ
બે લાક્ષણિકતાઓ જણાવો.
3. વ્યવસાય એટલે
શું? તેના ઉદાહરણ આપો.
4. રોજગાર (નોકરી) ના કોઈ પણ બે લક્ષણો જણાવો.
5. ધંધાના મુખ્ય આર્થિક હેતુઓ કયા કયા છે?
6. ધંધાકીય જોખમોના મુખ્ય કારણો કયા છે?
7. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો મૂળભૂત ભેદ સ્પષ્ટ કરો.
8. વાણિજ્યમાં કઈ કઈ સહાયક સેવાઓનો સમાવેશ થાય છે?
9. ગૌણ ઉદ્યોગ કોને કહેવાય? ઉદાહરણ આપો.
10. ધંધાનો સામાજિક જવાબદારીનો હેતુ સમજાવો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વિભાગ D / E
મુદાસર અને સવિસ્તાર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ)
( આ વિભાગમાંથી E વિભાગના પાંચ માર્ક્સ વાળા નિબંધ પ્રકારના પ્રશ્નો પણ સામેલ છે. ફક્ત તેમાં પ્રસ્તાવના અને ઉપસંહાર લખવાનું રહેશે. )
1. ધંધાની લાક્ષણિકતાઓ વિગતે સમજાવો.
2. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
3. ધંધાકીય જોખમો ઉદભવવાના કારણો સમજાવો.
4. ઉદ્યોગનો અર્થ આપી, તેના પ્રકારો સવિસ્તાર સમજાવો.
5. ધંધાના સામાજિક હેતુઓ સમજાવો.
6. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ
વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
7. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સમજાવો.
8. ધંધાના હેતુઓ દર્શાવી, તેમના આર્થિક હેતુઓ સમજાવો.
