STD 12 Commerce BA Chep 1 Question Bank for March 2027

STD 12 Commerce BA | Chapter 1 IMP Questions
HSC (Commerce)

STD 12 Commerce B.A.
Chapter 1 IMP Questions

સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ

આ ચેપ્ટરમાંથી કુલ 15 ગુણ ના પ્રશ્નો પૂછાય છે.

A વિભાગ A (હેતુલક્ષી પ્રશ્નો)

આ વિભાગમાં પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના (MCQ) છે. જેના પ્રત્યેકના 1 ગુણ છે.

B વિભાગ B

પ્રત્યેકના 1 ગુણ

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.

1. B.B.A. નું પૂરું નામ જણાવો.
2. ડૉ. જ્યૉર્જ આર. ટેરી મુજબ 6M એટલે શું ?
3. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.
4. ધંધામાં નાણાની જરૂર કયારે પડે છે ?
5. કળા એટલે શું ?
6. સંચાલનમાં કેન્દ્રસ્થાને કોણ હોય છે ?
7. વ્યવસાય એટલે શું ?
8. સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવો.
9. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે ?
10. મધ્યસપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?
11. તળ સપાટી બીજા કયા નામે ઓળખાય છે ?
12. યંત્ર વિન્યાસ એટલે શું ?
13. વહીવટનું કાર્ય કઇ સપાટીએ વધુ હોય છે ?
14. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.
15. માર્કેટીંગ સંચાલન એટલે શું ?
16. H.R.M. નું વિસ્તૃત રૂપ આપો.
17. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?
18. I.I.M. નું વિસ્તૃત રૂપ લખો.
19. M.B.A. નું વિસ્તૃત રૂપ લખો.
20. C.E.O. નું વિસ્તૃત રૂપ લખો.
21. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?

C વિભાગ C

પ્રત્યેકના 2 ગુણ

નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

1. સંચાલન એટલે શું ?
2. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.
3. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?
4. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?
5. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
6. મધ્ય સપાટીના કાર્યો જણાવો. (કોઈપણ બે)
7. માનવ સંસાધન સંચાલન એટલે શું ?
8. "સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે” - સમજાવો.
9. “સંચાલન એ વિજ્ઞાન છે” – સમજાવો.
10. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે ?
11. સંકલનનો અર્થ આપો.
Most IMP

D વિભાગ D

પ્રત્યેકના 3 ગુણ

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.

નોંધ: વિભાગ D માં દર્શાવેલ પ્રશ્નો વિભાગ E (5 ગુણ) માટે પણ મહત્વના છે. જવાબમાં ફક્ત પ્રસ્તાવના અને ઉપસંહાર ઉમેરવું.

1. સંચાલનનું મહત્ત્વ જણાવો.
2. 'સંચાલન એક વ્યવસાય છે' - સમજાવો.
3. ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.
4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો.
5. સંચાલન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.
6. “સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે" - સમજાવો.
7. માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો.
8. માનવ સંસાધનનું મહત્ત્વ જણાવો.
9. સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.
10. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો.
11. સંકલનનું મહત્ત્વ જણાવો.

વાંચન વિશેષ (વિગતવાર જવાબો)

પ્રશ્ન :- સંચાલન કળા અને વ્યવસાયનો સમન્વય છે. સમજાવો.

સંચાલન એક કળા છે :

  • કળા એટલે કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિમાં રહેલી નિપુણતા કે કુશળતા. આ કુશળતાનો ઉપયોગ કરવા માટે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.
  • સંચાલનનાં સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે કુનેહ, સૂઝ અને બુદ્ધિ ચાતુર્ય મહત્વની કામગીરી કરે છે.
  • માત્ર કાર્યના સિદ્ધાંતો અંગેનું પુસ્તકીય જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેક્નિકલ કળા તેમજ પોતાની વ્યકિતગત કુનેહ અને આવડત પણ તેટલી જ જરૂરી છે.
  • એટલે જ ડૉ. ટેરી કહે છે: "કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે."

સંચાલન એક વ્યવસાય છે :

  • વ્યવસાય એટલે એવી પ્રવૃતિ કે જેમાં કોઇપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમાજને ફીના બદલામાં આપવામાં આવે.
  • વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ તેમના વ્યવસાયને લગતી તાલીમ અને અનુભવ મેળવેલા હોવા જોઇએ. જેમકે ડૉક્ટર, વકીલો, ઇજનેરો, સી.એ. વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે.
  • જે પ્રકારનો વ્યવસાય હોય તે પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાન જરૂરી ગણાય છે. દા.ત., ડોકટરના વ્યવસાય માટે M.B.B.S, M.D. ની પદવી મેળવવી પડે છે. તેવી રીતે સંચાલનમાં પણ Β.Β.Α, Μ.Β.Α ની પદવી મેળવવી પડે છે.
  • ઉપરોક્ત વ્યવસાય કરતા વ્યક્તિએ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન કરવું પડે છે. તેવી રીતે સંચાલનમાં પણ તાલીમ અને અનુભવ મેળવવો પડે છે.
  • વિવિધ વ્યવસાયનાં ક્ષેત્રોમાં મંડળો છે, જે તેમના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. તેવી રીતે સંચાલનમાં પણ IIM જેવી સંસ્થા છે.
  • વ્યવસાયની આચારસંહિતાનું પાલન તેમજ નૈતિક જવાબદારી વગેરે લક્ષણો જોતા સંચાલન પણ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે.
  • આધુનિક સમયમાં વકીલ, ડોક્ટરની જેમ સંચાલકોએ પણ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન પણ વ્યવસાય છે.
આ પરથી કહી શકાય કે કળા અને વ્યવસાયના સમન્વયથી સંચાલનનો લાભ ફક્ત ધંધાકીય એકમને નહીં પણ એકમ સાથે જોડાયેલ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે.

પ્રશ્ન :- નાણાની જરૂર ક્યારે પડે ?

ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાની જરૂર પડે છે.

© 2024 Gyanpothi. All rights reserved.

Content integrated by RAMDE DANGAR


Previous Post Next Post