📘 પ્રકરણ–1 : ઈ-ટ્યુટોરિયલ
✍ આ પ્રકરણમાં રહેલ ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો.
❓ ઈ-લર્નિંગ એટલે શું?
જવાબ: શીખવાની વિષયવસ્તુ ડિજિટલ સ્વરૂપમાં મેળવી તેનો ઉપયોગ શીખવાની પ્રક્રિયા માટે કરવો એટલે ઈ-લર્નિંગ. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાના સમૃદ્ધિકરણ માટે કે તેને આધાર આપવા માટે ઇલેક્ટ્રોનિક તકનિકીનો ઉપયોગ એટલે ઈ-લર્નિંગ.
❓ ઈ-ટ્યુટોરિયલની વ્યાખ્યા આપો.
જવાબ: ઈ-ટ્યુટોરિયલ એ વિષયવસ્તુના અધ્યયનમાં મદદરૂપ થતો કમ્પ્યુટર પ્રોગ્રામ છે. ઈ-ટ્યુટોરિયલ એ એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેનો હેતુ અધ્યેતાને વિષયવસ્તુના અધ્યયનમાં મદદરૂપ થવાનો છે.
❓ અસમકાલિક અધ્યયન એટલે શું?
જવાબ: ચોક્કસ સ્થળ અને સમયના બંધન વગર પોતાની ગતિએ થતું અધ્યયન અસમકાલિક અધ્યયન કહેવાય.
❓ અસરકારક ઈ-ટ્યુટોરિયલમાં કયા પ્રકારના માધ્યમોનો સમાવેશ થાય છે?
જવાબ: તેમાં લખાણ, ચિત્રો, ઓડિયો, વિડિયો અને એનિમેશન જેવા માધ્યમોનો સમાવેશ થાય છે.
❓ ઈ-ટ્યુટોરિયલના મુખ્ય કેટલા પ્રકાર છે?
જવાબ: ઈ-ટ્યુટોરિયલના મુખ્ય ત્રણ પ્રકાર છે.
❓ વિડીયો ટ્યુટોરિયલનું મુખ્ય લક્ષણ શું છે?
જવાબ: તેમાં અધ્યેતા માત્ર વિડિયો જુએ છે અને આંતરક્રિયા કરી શકતો નથી.
❓ આંતરક્રિયાત્મક ઈ-ટ્યુટોરિયલનું એક ઉદાહરણ લખો.
જવાબ: Duolingo એપ આંતરક્રિયાત્મક ઈ-ટ્યુટોરિયલનું એક ઉદાહરણ છે.
❓ વેબિનાર (Webinar) એટલે શું?
જવાબ: વેબ આધારિત સેમિનારને વેબિનાર કહેવાય છે. જેમાં અધ્યેતા રીઅલ-ટાઈમ વ્યાખ્યાન અથવા વેબ કોન્ફરન્સ દ્વારા તજજ્ઞો સાથે પ્રશ્નોત્તરી કરી શકે છે.
❓ સ્ટોરીબોર્ડ (Storyboard) કયા તબક્કામાં તૈયાર કરવામાં આવે છે?
જવાબ: કોર્સના આયોજનના તબક્કામાં સ્ટોરીબોર્ડ તૈયાર કરવામાં આવે છે.
❓ ઈ-ટ્યુટોરિયલને પબ્લિશ (Publish) ક્યાં કરવામાં આવે છે?
જવાબ: ઈ-ટ્યુટોરિયલને વેબ સર્વર પર પબ્લિશ કરવામાં આવે છે.