ધોરણ 12 કોમર્સ મહત્વના પ્રશ્નો.

1. પ્રતિક્ષા યાદી એટલે શું?

 * ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી, જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતિક્ષાયાદી કહે છે.


2. વિકાસ એટલે શું?

વિકાસ એટલે “ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન”.


3. તાલીમનો અર્થ આપો.

તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.



4. લેબલિંગના ચાર કાર્યો જણાવો.

 * લેબલ ગ્રાહકને પેદાશ ઓળખવામાં મદદ કરે છે.

 * પેદાશની ગુણવત્તા અને પ્રકાર સહિતની સંપૂર્ણ માહિતી આપે છે

 * પેદાશને ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે.

 * પેદાશ માટે આકર્ષણનું વાતાવરણ ઊભું કરે છે.

 * જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે મદદરૂપ બને છે.


5. બજાર સંશોધનનો અર્થ આપો.

બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે, તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું.



6. પેદાશ વિભાવનાની સમજ આપો.

આ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર આપવામાં આવે છે. અહીં ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં મૂકી ઊંચી કિંમત મેળવે છે.


7. વિતરણના માધ્યમો (પ્રકારો) જણાવો.

વિતરણના બે માધ્યમો છે:

1. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ: ઉત્પાદક પોતાની ફેક્ટરી કે દુકાનમાંથી માલ પુરો પાડે છે. તેને 'શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા' પણ કહે છે. 

2. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ: જેમાં એક સપાટી વિતરણ, બે સપાટી વિતરણ અને ત્રણ સપાટી વિતરણઅહીં એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે.


8. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે.

ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા અને ટકાવી રાખવા જે નીતિઓનો સમૂહ અપનાવે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.

 તેના ચાર ઘટક (4P) છે: (1) પેદાશ (Product), (2) કિંમત (Price), (3) વિતરણ (Place), (4) અભિવૃદ્ધિ (Promotion).


9. બ્રાન્ડિંગની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.

💢 પેદાશની ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે.

💢 બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજુ કરે છે.


10. સારા વેચાણકર્તાની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.

 💢 દેખાવે સ્માર્ટ/ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ.

 💢 વાતચીતમાં કુશળ, બુદ્ધિ-ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ.

 💢 પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી હોવી જોઈએ.

 💢 કાર્ય પ્રત્યે નિયમિત, પ્રમાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ.



11. ટ્રસ્ટીશીપના સિધ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો.

 * ગાંધીજીના વાલીપણા કે ટ્રસ્ટશિપના સિદ્ધાંત મુજબ સમાજે જેને સંપત્તિ આપી છે તેનો ઉપયોગ સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ.

ગાંધીજીના મતે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે અને તે ધંધાનો જ એક ભાગ છે.


12. ગ્રાહકોનું કઈ રીતે શારિરીક અને માનસિક શોષણ થાય છે?

હલકી ગુણવત્તા કે બનાવટી વસ્તુના કારણે ગ્રાહકો હતાશા અનુભવે છે (માનસિક શોષણ).

અયોગ્ય પદાર્થોના ઉપયોગને કારણે શારીરિક નુકસાન થઈ શકે છે (શારીરિક શોષણ).



13. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પધ્ધતિ વિશે જણાવો.

ગ્રાહક સુરક્ષા કાયદામાં ત્રણ સ્તરની વ્યવસ્થા છે: 

(1) જિલ્લા કક્ષાનું ફોરમ, 

(2) રાજ્ય કક્ષાનું આયોગ, 

(3) રાષ્ટ્રીય કક્ષાનું આયોગ.


14. પર્યાવરણને સુસંગત પેદાશો અંગે માહિતી આપો.

💢 ભારત સરકારે પર્યાવરણની જાળવણી માટે 'ઈકો માર્ક' (Eco Mark) ની યોજના ઘડી છે.

💢 પર્યાવરણને ઓછું નુકસાન કરતા એકમોને આ માર્ક વાપરવાની મંજૂરી મળે છે.



15. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો.

💢 જ્યારે કોઈ બાબત સમગ્ર સમાજને અસર કરતી હોય, ત્યારે વ્યક્તિ કે સમૂહ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ માં સાદા કાગળ થી સીધી અરજી કરી શકે છે.



16. સંયુક્ત રાષ્ટ્રસંઘે તરફેણ કરેલા ગ્રાહકના બે અધિકારો.

💢 સુરક્ષા: આરોગ્યને નુકસાન કરતી પેદાશો સામે રક્ષણ.

 💢 જાણકારી મેળવવાનો અધિકાર: વસ્તુની કિંમત, ગુણવત્તા, અને તારીખ જેવી માહિતી મેળવવાનો અધિકાર.



17. ભરતી એટલે શું?

 * કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. ટૂંકમાં યોગ્ય સમયે, સંખ્યામાં, અને લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.

18. કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો.

ચાર કસોટીઓ: 

(1) બુદ્ધિ કસોટી, (2) અભિરુચિ કસોટી, (3) ધંધાકીય કસોટી, (4) મનોવૈજ્ઞાનિક કસોટી.


Previous Post Next Post