ધોરણ 12 કોમર્સ BA Imp Question વિભાગ B

ધોરણ-12 વાણિજ્ય વ્યવસ્થા - વિભાગ B (Most Important Questions)

નવયુગ કોમર્સ સ્કૂલ વીરપર

ધોરણ-12 વાણિજ્ય વ્યવસ્થા (B.A.)

વિભાગ B કુલ ગુણ : 10
1

મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?

જવાબ: મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખાય છે.

2

યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?

જવાબ: યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે.

3

પેદાશમિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે?

જવાબ: પેદાશમિશ્રમાં પેદાશનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પૅકિંગ, કાર્યસંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યીકરણનો સમાવેશ થાય છે.

4

સંચાલન કઈ-કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે?

જવાબ: સંચાલન ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કરી, રમત-ગમત તથા શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની પ્રવૃત્તિઓમાં જરૂરી છે.

5

‘જુઓ અને આગળ વધો' નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે?

જવાબ: આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે, જયારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે ‘જુઓ અને આગળ વધો' (Look And Leap) નો સિદ્ધાંત અપનાવાય છે.

6

અંદાજપત્રના પ્રકારો જણાવો.

જવાબ: મૂડીખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન-ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર એ અંદાજપત્રના પ્રકારો છે.

7

એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?

જવાબ: એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે.

8

સત્તા સોંપણી કોને કહેવાય ?

જવાબ: મદદનીશો પોતાને સોપવામાં આવેલ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે.

9

કયા વ્યવસ્થાતંત્ર ને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે?

જવાબ: રૈખિક વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે.

10

ઉત્તરદાયિત્વ કોને કહેવાય?

જવાબ: મદદનીશોને સોંપેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓએ સંચાલકોને આપવા પડે છે, જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે.

11

કેન્દ્રીકરણ એટલે શું?

જવાબ: કેટલાક ધંધાકીય એકમો એવાં હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે, આવી વ્યવસ્થાને કેન્દ્રીકરણ કહે છે.

12

વ્યવસ્થાતંત્ર એટલે શું ?

જવાબ: સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર.

13

શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે શું?

જવાબ: સામાન્ય ક્રમનું માળખું (નિર્ણય પ્રક્રિયા) અને પ્રોજેક્ટ માળખું (ટેકનિકલ ઉકેલ) ના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે.

14

ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે ?

જવાબ: ઉમેદવારની આવડત ધંધાકીય કસોટી દ્વારા નક્કી થાય છે.

15

પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો.

જવાબ: પસંદગીની પ્રક્રિયાનો આધાર તેના એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે.

16

ભરતી માટેનાં કારણો જણાવો.

જવાબ: નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે તથા મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર ભરતી કરવી પડે છે.

17

કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો.

જવાબ: (1) બુદ્ધિ કસોટી (2) અભિરુચિ કસોટી (3) ધંધાકીય કસોટી (4) મનોવૈજ્ઞાનિક કસોટી.

18

વર્તમાન સમયમાં HR વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે?

જવાબ: વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ (HRD) તરીકે ઓળખાવે છે.

19

દોરવણીના તત્ત્વો જણાવો.

જવાબ: (1) નિરીક્ષણ, (2) અભિપ્રેરણ, (3) નેતૃત્વ, (4) માહિતીસંચાર.

20

નિરીક્ષણનો અર્થ આપો.

જવાબ: કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહિ તેની ખાતરી મેળવવી.

21

નફાભાગ એટલે શું ?

જવાબ: એકમનાં નફામાંથી ચોક્કસ ભાગ, કામદારોને નાણા સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને નફાભાગ કહે છે.

22

આધુનિક માહિતીસંચારના સાધનો જણાવો.

જવાબ: મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, એસ.એમ.એસ., ટેલીફોન, ટેલેક્ષ, ફેકસ વગેરે આધુનિક માહિતીસંચારના સાધનો છે.

23

અવિશ્વાસ અને ડરથી માહિતીસંચાર ઉપર શું અસર થાય છે ?

જવાબ: જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડર હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે, જેનાથી અસરકારકતા ઘટે છે.

24

માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય-શ્રાવ્ય પદ્ધતિઓના નામ જણાવો.

જવાબ: ટેલિવિઝન, ઈન્ટરનેટ, વિડિયો-કોન્ફરન્સિંગ, કમ્પ્યુટર્સ વગેરે.

25

શૅરહોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે ?

જવાબ: કંપનીધારા પ્રમાણે શૅરહોલ્ડરને ડિવિડન્ડ માત્ર રોકડ અથવા ચૅક સ્વરૂપે જ ચૂકવી શકાય છે.

26

કાયમી મૂડીના ઘટકો કયા છે?

જવાબ: કાયમી મૂડીનાં ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો અને ફર્નિચરનો સમાવેશ થાય છે.

27

જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે?

જવાબ: કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે છે.

28

કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે?

જવાબ: ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે.

29

કાર્યશીલ મૂડીની મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી?

જવાબ: કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તેવી મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી.

30

વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે ?

જવાબ: વિદેશી રોકાણ સંસ્થાએ સેબી (SEBI) સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે.

31

ભારતમાં શૅરબજારો નું નિયમન કોના દ્વારા થાય છે?

જવાબ: સેબી (SEBI) તથા જામીનગીરી કરાર (નિયમન) ધારા દ્વારા.

32

કરારનોંધ એટલે શું?

જવાબ: જામીનગીરીઓના ખરીદ-વેચાણનો સોદો થયા પછી દલાલ જે નોંધ તૈયાર કરે તેને કરારનોંધ કહે છે.

33

ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે?

જવાબ: ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે.

34

ડિમટિરિયલાઈઝેશન (Demat) એટલે શું?

જવાબ: ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર.

35

મુંબઈ શૅરબજાર નો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે?

જવાબ: BOLT (BSE Online Trading).

36

મુંબઈ શૅરબજાર ની સ્થાપના ક્યારે થઈ ?

જવાબ: 9 જુલાઈ, 1875 ના દિવસે.

37

ભારત ની પ્રથમ ડિપૉઝીટરી કઈ છે?

જવાબ: NSDL (National Securities Depository Limited).

38

ડિપૉઝીટરી કાયદો કયારે અમલમાં આવ્યો?

જવાબ: ઓગસ્ટ, 1996 થી.

39

નાણાં બજારના સાધનોની પાકતી મુદ્દત કેટલી હોય છે ?

જવાબ: 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે.

40

ડિપૉઝીટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે?

જવાબ: ડિપૉઝીટરી પાર્ટીસિપન્ટ (DP) દ્વારા.

41

માર્કેટિંગ મિશ્ર ના 4P કયા નામે ઓળખાય છે?

જવાબ: Product, Price, Place, Promotion (પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ).

42

BIS ની કામગીરી જણાવો.

જવાબ: ઔદ્યોગિક ઉત્પાદનોનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું.

43

શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું?

જવાબ: જે વિતરણ વ્યવસ્થામાં કોઈ મધ્યસ્થી ન હોય અને ઉત્પાદક સીધું ગ્રાહકને વેચાણ કરે.

44

પ્રસિદ્ધિનો અર્થ આપો.

જવાબ: બિનવ્યક્તિગત માહિતીસંચાર, જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે.

45

વેચાણવૃદ્ધિ એટલે શું?

જવાબ: ટૂંકા ગાળાના પ્રોત્સાહનો જે ગ્રાહકોને ત્વરિત ખરીદી કરવા પ્રેરે છે.

46

વ્યક્તિગત વેચાણ એટલે શું?

જવાબ: વેચાણકર્તા દ્વારા સંભવિત ગ્રાહકોને પ્રત્યક્ષ મળીને પેદાશની માહિતી આપી વેચાણ કરવાની પ્રક્રિયા.

47

બ્રાન્ડિંગ એટલે શું?

જવાબ: પેદાશને અલગ ઓળખ આપવા માટે તેને જે નામ, સંજ્ઞા કે ચિત્ર આપવામાં આવે છે તેને બ્રાન્ડિંગ કહે છે.

48

જિલ્લા ફોરમના ચુકાદા સામે કેટલા દિવસમાં અપીલ કરી શકાય?

જવાબ: જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે 30 દિવસમાં રાજ્યકક્ષાએ અરજી કરવી પડે છે.

© 2026 Gyanpothi@rkdangar All Rights Reserved.

તૈયાર કરનાર: Ramde Dangar

Previous Post Next Post